સાંજના સમયે ખાતા હોય આ વસ્તુઓ તો બંધ કરી દેજો, ધડાધડ વધવા લાગશે વજન

0
25

આખો દિવસ દોડધામ કર્યા પછી સાંજે ઘરે આવીને આરામથી જમવું એ ઘણાં લોકોની સામાન્ય ટેવ હોય છે. જો કે એક રિસર્ચમાં સામે આવ્યું છે કે સાંજે આવું ભોજન કરવાથી વજન વધી શકે છે. આ સ્ટડી ૩૧ લોકો પર થયો જેમાં સ્ત્રીઓની સંખ્યા વધારે હતી. આ લોકો ઓવરવેટથી પરેશાન હતા.

યુનિવર્સિટી ઓફ કોલોરાડો સ્કૂલ ઓફ મેડિસિનના એન્ડોક્રિનોલોજી ડિપાર્ટમેન્ટના ડૉ. અદનિન જમનનું કહેવું છે કે અમે વજન ઘટાડવાના અભ્યાસમાં પહેલા વધારે વજનના રોગીઓના ભોજન અને ઉંઘનું મૂલ્યાંકન કરીએ છીએ. જેમાં જાણવા મળ્યું કે સાંજે મોડા જમવાથી બૉડી માસ ઇન્ડેક્સ અને બૉડી ફેટમાં વધારો થાય છે. બીએમઆઈ તમારું ફેટ બતાવે છે. બીએમઆઈ તમારા વજન અને હાઈટપ્રમાણે માપવામાં આવે છે.

સ્ટડીમાં હતી.જાણવા મળ્યું કે પ્રતિભાગીઓને એક વજનહાનિ પરીક્ષણમાં રજિસ્ટર કરવામાં આવ્યાં. જે દૈનિક કેલરી સીમાની સરખામણીએ ચોક્કસ સમયે આપવામાં આવતી. સાદી ભાષામાં કહીએ તો રિસર્ શરૂ થાય એ પછી એ લોકો દિવસના કેટલાક કલાકો જ ભોજન કરી શકતા હતા.

એક અઠવાડિયા પછી ઇલેક્ટ્રોરલ ડિવાઈઝનો ઉપયોગ કરવામાં આવ્યો. આ ડિવાઈઝ એમની ગતિવિધિ અને ઉંઘની દેખરેખ માટે બનાવાયુ હતું. સાથે જ દરેક વખતે ભોજન પછી પોતાનો ફોટો પાડવાનો હતો. આ ફોટો MealLogger નામની એપથી લેવાનો હતો.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here