Tuesday, September 21, 2021
Homeસાઉથની એક્ટ્રેસ પ્રણિતા સુભાષ 'ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'થી બોલિવૂડ ડેબ્યુ કરશે
Array

સાઉથની એક્ટ્રેસ પ્રણિતા સુભાષ ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’થી બોલિવૂડ ડેબ્યુ કરશે

બોલિવૂડ ડેસ્ક: ‘ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ ફિલ્મની સ્ટાર કાસ્ટમાં વધુ એક સ્ટારનું નામ સામેલ થઇ ગયું છે. સાઉથની એક્ટ્રેસ પ્રણિતા સુભાષ હવે આ ફિલ્મથી તેનું બોલિવૂડ ડેબ્યુ કરશે. પ્રણિતાએ કન્નડ, તેલુગુ અને તમિળ ફિલ્મોમાં કામ કર્યું છે. આ મલ્ટિ સ્ટારર ફિલ્મમાં અજય દેવગણ, સંજય દત્ત, સોનાક્ષી સિન્હા, રાણા દગ્ગુબાતી, પરિણીતી ચોપરા અને એમી વિર્ક પણ સામેલ છે. ફિલ્મ 14 ઓગસ્ટ, 2020ના રિલીઝ થવાની છે. ફિલ્મના ડિરેક્ટર અને રાઇટર અભિષેક દુધૈયા છે. ફિલ્મ 1971ના ઈન્ડો-પાક યુદ્ધની સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મને ‘ટી-સિરીઝ’ના ભૂષણ કુમાર પ્રોડ્યૂસ કરી રહ્યા છે. ફિલ્મમાં વિંગ કમાન્ડર વિજય કર્ણિક અને ત્યાંની સ્થાનિક મહિલાઓની બહાદુરીની દાસ્તાન બતાવવામાં આવશે.

આ ફિલ્મ ગુજરાતનાં માધાપરની 300 મહિલાઓની હિંમત અને એકતાને બતાવશે જેમણે 1971ના ઈન્ડો-પાક યુદ્ધમાં ભારતની જીતમાં મહત્ત્વનો ફાળો આપ્યો. સ્ક્વોડ્રન લીડર વિજય કર્ણિક 1971ના ઈન્ડો-પાક યુદ્ધ સમયે ગુજરાતના ભુજ એરપોર્ટના ઇન્ચાર્જ હતા. એ સમયે પાકિસ્તાન સતત બોમ્બાર્ડિંગ કરી રહ્યું હતું, તેમ છતાં તેમણે ભુજ એરપોર્ટને યુદ્ધ દરમિયાન કાર્યરત રાખ્યું હતું. સ્થાનિક મહિલાઓએ તેમની સાથે મળીને ભુજ એરપોર્ટ પર નાશ થયેલા પ્લેનના લેન્ડિંગ રોડ (એરસ્ટ્રિપ)ને ફરીથી બનાવ્યો હતો.
સ્ટાર અને તેનો રોલ

અજય દેવગણ ‘ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ ફિલ્મમાં ઇન્ડિયન એરફોર્સ વિંગ કમાન્ડર વિજય કર્ણિકની ભૂમિકા ભજવશે.

ફિલ્મમાં સંજય દત્ત ‘રણછોડદાસ સવાભાઈ રબારી’નો રોલ ભજવશે. જેને ‘પગી’ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ફક્ત પગના પંજાની છાપ પરથી જ વ્યક્તિની હાઈટ, વજન, તે કેટલો સામાન ઊંચકીને જાય છે, કઈ દિશામાં જાય છે તે બધાની ચોક્કસ માહિતી કહી શકતા હતા. 2003માં 112 વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું હતું. તેમણે પોતાની આ આવડતથી ઇન્ડિયન આર્મીની ઘણી જ મદદ કરી હતી.

પરિણીતી ચોપરા ફિલ્મમાં ‘હીના રેહમાન’નો રોલ નિભાવશે. હિના એક ભારતીય જાસૂસ હતી જે લાહોરમાં રહેતી હતી.

સોનાક્ષી સિન્હા સામાજિક કાર્યકર ‘સુંદરબેન’ની ભૂમિકા ભજવશે. સુંદરબેન સામાજિક કાર્યકરની સાથે એક ખેડુત પણ હોય છે. તેમણે જ માધાપુરની બીજી 299 મહિલાઓને એરપોર્ટનો રનવે બનાવવા માટે તૈયાર કરી હતી.

સાઉથ સ્ટાર રાણા દગ્ગુબાતી મદ્રાસ રેજિમેન્ટના લેફ્ટનન્ટ કર્નલના પાત્રમાં જોવા મળશે. તેઓ વિઘાકોટ ચોકી પર તૈનાત હતા અને 1971ના ઈન્ડો-પાક યુદ્ધમાં લડ્યા હતા.

પંજાબી સ્ટાર એમી વિર્ક ફાઈટર પાઇલોટની ભૂમિકા ભજવશે જેમનો ભારતની ઐતિહાસિક જીતમાં અમૂલ્ય ફાળો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments