સાઉદી ક્રાઉન પ્રિન્સની રેકોર્ડ સામે આવી, કહ્યું હતું – ખશોગીને ગોળી મારી દઇશ: UN એક્સપર્ટ્સ

0
33

વોશિંગ્ટનઃ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના એક ઉચ્ચ સહયોગીને કહ્યું હતું કે, તેઓ પત્રકાર જમાલ ખશોગીને ગોળી મારી દેશે. ન્યૂયોર્ક ટાઇમ્સમાં અમેરિકાના ઇન્ટેલિજન્સ એજન્સીના રિપોર્ટના આધારે કહ્યું કે, વલી અહદે ઇસ્તાંબુલ સ્થિત સાઉદી અરેબિયા કોન્સ્યુલેટમાં ખશોગીની હત્યાના અંદાજિત એક વર્ષ પહેલાં આ વાત કહી હતી.

અમેરિકન ઇન્ટેલિજન્સનો રિપોર્ટ

ક્રાઉન પ્રિન્સ હત્યા કરવા ઇચ્છતા હતા
  • ન્યૂયોર્ક ટાઇમ્સ અનુસાર, અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સીનું માનવું છે કે, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પત્રકારની હત્યા કરવા ઇચ્છતા હતા. શરૂઆતના દિવસોમાં ખશોગી ગુમ થયા બાદ ખશોગી અંગે કોઇ પણ માહિતી હોવાનો ઇન્કાર કરતા સાઉદી અરેબિયાએ માન્યું કે, તેના અધિકારીઓની એક ટીમે કોન્સ્યુલેટની અંદર પત્રકારની હત્યા કરી દીધી.
  • સાઉદી અરેબિયાએ પોતાના અધિકારીઓ દ્વારા કોઇ આદેશ વગર કરેલું કામ ગણાવ્યું, જેમાં વલી અહદની કોઇ ભૂમિકા નહતી. ન્યૂઝપેપર અનુસાર, અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા સામાન્ય રીતે વિશ્વના તમામ મિત્ર/શત્રુ દેશોના નેતાઓના સંવાદને રેકોર્ડ કરીને રાખવામાં આવે છે. આવા જ રેકોર્ડથી આ માહિતી સામે આવી છે.
  • આ વાતચીતને ખશોગી હત્યાકાંડમાં મોહમ્મદ બિન સલમાન વિરૂદ્ધ કોંક્રિટ પ્રૂફ શોધવાનું ઇન્ટેલિજન્સ એજન્સીઓ ઉપર દબાણ બનાવ્યા બાદ હાલમાં જ ટ્રાન્સક્રાઇબ કરવામાં આવ્યું છે.
  • સમાચાર અનુસાર, આ સંવાદ મોહમ્મદ બિન સલમાન અને તેના સહયોગી તુર્કી અલ્દાખિલની વચ્ચે સપ્ટેમ્બર 2017નો છે. ઉલ્લેખનીય છે કે, 2 ઓક્ટોબરના રોજ ખશોગીની હત્યા કરી દેવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here