Tuesday, December 7, 2021
Homeસાક્ષીઓએ કહ્યું - હવાઈ હુમલામાં પૂર્વ આઈએસઆઈ એજન્ટ સહિત ડઝન આતંકીઓ ઠાર...
Array

સાક્ષીઓએ કહ્યું – હવાઈ હુમલામાં પૂર્વ આઈએસઆઈ એજન્ટ સહિત ડઝન આતંકીઓ ઠાર કરાયા

રોમભારતીય વાયુસેવાએ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના બેઝ કેમ્પ પર હુમલો કર્યો હતો. સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે આ હુમલામાં એક ડઝન આતંકીઓ સહિત પૂર્વ આઈએસઆઈ એજન્ટને પણ ઠાર કરવામાં આવ્યા છે. આ હુમલો પુલવામા હુમલાની જવાબી કાર્યવાહી તરીકે કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 40 ભારતીય જવાન શહીદ થયા હતા. રોમના એક પત્રકારે સ્થાનિક લોકો સાથે વાત કરીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે.

સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે, હુમલા પછી તુરંત જ સ્થાનિક પ્રશાસનના લોકો પહોંચ્યા હતા. પરંતુ તે પહેલાં સેનાએ આ જગ્યા પર કબજો લઈ લીધો હતો. પોલીસને પણ અંદર જવાની મંજૂરી આપવામાં આવી નહતી. એમ્બ્યુલન્સના મેડિકલ સ્ટાફ પાસેથી પણ મોબાઈલ લઈ લેવામાં આવ્યા હતા.

 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ હુમલામાં કર્નલ સલીમને ઠાર કરવામાં આવ્યા છે. જ્યારે કર્નલ જરાર ઝકીર ઘાયલ થયો હતો. બંને પૂર્વ આઈએસઆઈ અધિકારી હતા. આ જ સ્થિતિ જૈશ-એ-મોહમ્મદના મુફ્તી મોહન અને ઉસ્માન ગનીની થઈ છે. મોઈન આતંકીઓને પ્રશિક્ષણ આપતો હતો જ્યારે ગની વિસ્ફોટ વિશેષજ્ઞ હતો. આ હુમલામાં બંને આતંકીઓ ના મોત થયા છે.

સાક્ષીઓ સાથેની વાતચીતમાં બે પ્રકારની વાતચીત સામે આવી છે. અમુક લોકોનું કહેવું છે જૈશ-એ-મોહમ્મદના 12 આતંકીઓ લાકડામાંથી બનેલા એક મકાનમાં ટ્રેનિંગ લઈ રહ્યા હતા. દરેક લોકોના આ હવાઈ હુમલામાં મોત થયા છે. જ્યારે અમુક લોકોનું કહેવું છે કે, કોઈના મોત નથી થયા, માત્ર અમુક લોકો ઘાયલ થયા છે.

ઈન્ડિયન ઈન્ટેલિજન્સના સીનિયર અધિકારીએ જણાવ્યું કે, એ વાતમાં કોઈ શંકા નથી કે ટાર્ગેટ પર હુમલો કરવામાં આવ્યો છે. પરંતુ મીડિયામાં દર્શાવવામાં આવેલા આંકડાઓ થોડા અતિશયોક્તિથી ભરેલા છે. મને લાગે છે કે, હુમલો જે ઉદ્દેશથી કરવામાં આવ્યો છે તે પ્રમાણે માત્ર આતંકીઓના ઠેકાણાને ટાર્ગેટ કરીને તેમને મોતને ઘાટ ઉતારવાનો હતો. આવું કરવામાં અમને સફળતા મળી છે.

ઓસ્ટ્રેલિયાના સ્ટ્રેટેજિક પોલિસી ઈન્સ્ટિટ્યૂટના નૈથન રુસરે આ હુમલાને સેટેલાઈટ એનાલિસિસ ગણાવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, હુમલાના સ્થાન પર વધારે નુકસાન થયું હોવાના પુરાવા મળ્યા નથી. બીજુ તે નુકસાન ભારતીય વાયુસેનાના હુમલામાં થયેલું નુકસાન હોવાની સાબીત થતું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments