સાક્ષીને છોડીને ગ્રાઉન્ડ પર 87 વર્ષની મહિલા સાથે સમય વીતાવી રહ્યો છે માહી

0
28

એમ.એસ.ધોની ઓસ્ટ્રેલિયામાં વનડે સીરિઝમાં રમી રહ્યો છે. ઘણા દિવસો પછી માહી ટીમ ઇન્ડિયાની વાપસી થઇ છે..T-20માં ધોનીની જગ્યાએ ઋષભ પંત રમી રહ્યો છે. હવે બે મહિ્ના પછી ધોની ફરી મેદાનમાં દેખાયો. 3 મેચની વનડે સીરિઝમાં ટીમ ઇન્ડિયા 1-0થા પાછળ છે. ત્યારે ટીમ ઇન્ડિયાએ આ સીરિઝ જીતવી હોય તો બાકીની 2 મેચ જીતવી પડશે. એમએસ ધોનીએ પહેલી વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર હાફ સેન્ચુરી ફટકારી હતી. સિડનીના ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરી રહેલા ધોનીને મળવા એક વૃદ્ઘા મહિલા પહોંચી, જે ધોનીની ફેન છે અને પોતાના ફેવરિટ ક્રિકેટર સાથે ટાઈમ પસાર કર્યો છે.

ધોની જ્યારે નેટ્સમાં હતો ત્યારે વૃદ્ધા ત્યાં પહોંચી. ધોનીએ તેને સીટ પર બેસાડી અને તેની સાથે ખાસ્સી વાર સુધી વાતચીત કરી. વૃદ્ઘાએ ધોનીના ખૂબ વખાણ કર્યા અને પોતાની દિવાનગી ક્રિકેટર સામે વ્યકત કરી. કેમેરામેન સાથે વાત કરતાં વૃદ્ધાએ કહ્યું, “હું ખુશનસીબ છું કે એમએસ ધોનીને મળવાની તક મળી. મને ખૂબ સારું લાગ્યું. મને તેના પર ગર્વ છે.

https://twitter.com/DHONIism/status/1082954386286960640

વૃદ્ધા પોતાના દીકરા સાથે સિડની ગ્રાઉન્ડ પર ધોનીને ક્રિકેટ રમતો જોવા ગઇ હતી. મહિલાના પૌત્રએ કહ્યું, “મારા દાદી માટે આ સ્પેશિયલ ક્ષણ છે. તેમણે આજના સમયમાં ડૉન બ્રેડમેનને જોયા છે.”

https://twitter.com/TrendsDhoni/status/1082950518970826752

જણાવી દઇ એ કે, એમ.એસ.ધોની પહેલી વનડેમાં હાફ સેન્ચુરી કરીને વનડે ઇન્ટરનેશનલમાં 10000 બનાવનાર ખેલાડી બન્યો છે. ટીમ ઇન્ડિયા ભલે પહેલી મેચ હારી ગઇ અને રોહિત શર્માની સેન્ચુરી ધોનીની હાફ સેન્ચુરીએ લોકોનું દિલ જીતી લીધુ. ઓસ્ટ્રેલિયા બાદ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ ટૂર પર જશે. જ્યાં વનડે અને T-20 સીરિઝ રમશે. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ ઈન્ડિયાના પ્રવાસે આવશે અને બાદમાં IPL શરૂ થશે. ધોની IPLમાં ચેન્નાઈ સુપરકિંગ્સનો કેપ્ટન છે. ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નાઇ ટીમ IPL 2018 જીતી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here