સાણંદ GIDC ખાતે આવેલી કંપનીમાં વિકરાળ આગ, આગથી આખું યુનિટ બળીને ખાક

0
4
કંપનીમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે 10 કિલોમીટર દૂરથી જોવા મળતી હતી, પ્રાથમિક તપાસમાં જાનમાલને કોઈ નુકસાન નહીં.
કંપનીમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે 10 કિલોમીટર દૂરથી જોવા મળતી હતી, પ્રાથમિક તપાસમાં જાનમાલને કોઈ નુકસાન નહીં.

સાણંદ : અમદાવાદ નજીક આવેલા સાણંદ તાલુકાની જીઆઈડીસી (Sanand GIDC)ની યુનિચાર્સ કંપનીમાં ભીષણ આગ લાગી છે. આ કંપની સેનેટરી નેપકીન બનાવતી હોવાનું જાણવામાં આવ્યું છે. આગને (Fire) કારણે આખું યુનિટ બળીને ખાખ થઈ ગયું છે.

આગને કારણે અમદાવાદથી 18 જેટલા ફાયર ટેન્કર્સ (Ahmedabad Fire Brigade) ગાડીઓ આવી પહોંચી છે. એટલું જ નહીં આસપાસથી લોકો પાણીને ટેન્કર (Water Tankers) લઈને પણ બનાવસ્થળે દોડી આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે જીઆઆઈડીસી વિસ્તારમાં ફાયર બ્રિગેડની કોઈ વ્યવસ્થા ન હોવાથી ફાયરની ગાડીઓ બહારથી બોલાવવી પડી છે. જે યુનિટમાં આગ લાગી છે તે ખૂબ જ વિશાળ છે. આગને કારણે જાનમાલને નુકસાન થયાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું નથી.

અમદાવાદથી સાણંદ તરફ જતા હાઇવે પર 10 કિલોમીટર દૂરથી જ આ કંપનીમાં લાગેલી આગ જોઈ શકાતી હતી. બનાવ બાદ ડીવાયએસપી કક્ષાના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

આગને કારણે જીઆઈડીસીની આસપાસના વિસ્તારોમાંથી ફાયર ફાઇટર્સને ઘટનાસ્થળે બોલાવી લેવામાં આવ્યા છે.

આગ પર કાબૂ મેળવવા માટે અન્ય કંપનીમાંથી પણ પાણીની મદદ લેવામાં આવી રહી છે. આ કંપની ડાયપર બનાવે છે. સવારે યુનિટ શરૂ થયું તે પહેલા જ આગ લાગી હોવાથી જાનહાનીની કોઈ શક્યતા ન હોવાનું જાણવા મળ્યું છે.

ફાયર બ્રિગેડને અનેક પ્રયાસો છતાં આગ પર તાત્કાલિક કાબૂ મેળવી શકાયો ન હતો.