Saturday, October 23, 2021
Homeસાત વર્ષની મિત્તલને બચાવવા પરિવાર દવાખાને,ઘરે દીપડાએ આવીને અઢી વર્ષના ચિરાગને ફાડી...
Array

સાત વર્ષની મિત્તલને બચાવવા પરિવાર દવાખાને,ઘરે દીપડાએ આવીને અઢી વર્ષના ચિરાગને ફાડી ખાધો

પાવીજેતપુર: રવિવારે સાંજે પાવી જેતપુરના બાંડી ગામમાં સાંજે ઘર પાસે રમી રહેલી સાત વર્ષીય બાળકી મિત્તલ રાઠવા અને ત્યારબાદ તેના અઢી વર્ષીય પિતરાઈ ભાઈ ચિરાગ રાઠવા પર હુમલો કર્યો હતો. દીપડાના પ્રથમ હુમલામાં ઘવાયેલી બાળકીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા તેના પિતા અમલેશભાઈ અને કાકા ચીમનભાઈ બાઈક પર જઈ રહયા હતા, તે જ સમયે દીપડાએ પાછા ફરીને ચીમનભાઈ રાઠવાના પુત્ર ચિરાગને દબોચી લીધો હતો. જોકે, દીપડાના હુમલામાં અઢી વર્ષીય બાળકનો જીવ બચી શક્યો ન હતો. મિત્તલ અત્યારે સયાજી હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments