સાધ્વી પ્રજ્ઞા વિરુદ્ધ કોર્ટ પહોંચ્યા માલેગાંવ બ્લાસ્ટના પીડિત, ચૂંટણી રોકવાની માગ કરી

0
0

મુંબઈ: માલેગાંવ બ્લાસ્ટના આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને ભોપાલ સીટથી બીજેપીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ જાહેરાત પછીથી જ સાધ્વી પ્રજ્ઞાનું ચૂંટણી લડવાનું અભિયાન શરૂ થઈ ગયુ છે. સામાજિક કાર્યકર્તા તહસીન પૂનાવાલા પછી હવે માલેગાંવ બ્લાસ્ટના પીડિતના પિતાએ મહારાષ્ટ્રની એનઆઈએ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને સાધ્વીના જામીન સામે સવાલ ઉભા કર્યા છે.

 

 

 

એનઆઈએની કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહ્યું છે કે, સાધ્વી પ્રજ્ઞાને સ્વાસ્થ્યના કારણોથી જામીન આપવામાં આવ્યા છે. આ સંજોગોમાં તેઓ ભોપાલથી લોકસભા ચૂંટણી કેવી રીતે લડી શકે છે. પીડિતના પિતાએ માંગણી કરી છે કે, કોર્ટ સાધ્વી પ્રજ્ઞા પર લોકસભા 2019ની ચૂંટણી લડવા માટે પ્રતિબંધ લગાવે અને આ સાથે જ આ કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન હાજર રહેવાનો પણ આદેશ આપવામાં આવે.

પીડિત પિતાનું કહેવું છે કે, પ્રજ્ઞા ઠાકુરને જામીન એ શરતે આપવામાં આવ્યા હતા કે તેઓ સુનાવણીમાં ભાગ લેશે. પરંતુ તેઓ પોતાની જાતને બીમાર અને અસ્વસ્થ ગણાવીને સુનાવણીમાં ભાગ નથી લઈ રહ્યા. જ્યારે બીજી બાજુ સાધ્વી વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા અને વિવાદીત ભાષણો આપી રહ્યા છે.

આ પહેલાં ગુરુવારે સામાજિક કાર્યકર્તા તહસીન પૂનાવાલાએ ચૂંટણી પંચમાં સાધ્વી પ્રજ્ઞાના ચૂંટણી લડવા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં તહસીન પૂનાવાલાએ પ્રજ્ઞા ઠાકુર પર ચૂંટણી લડવા માટે પ્રતિબંધ લગાવવાની વાત કર હતી. જોકે ચૂંટણી પંચે પૂનાવાલાની ફરિયાદ ફગાવી દીધી છે. ચૂંટણી પંચે કહ્યું હતું કે, સાધ્વી પ્રજ્ઞા ઠાકુર કોઈ પણ કેસમાં દોષિત નથી. તેમના પર હજી કોઈ દોષ સાબીત થયો નથી.

મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા સીટથી ભારતીય જનતા પાર્ટિના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે મુંબઈ હુમલામાં શહીદ થયેલા હેમંત કરકરે વિશે વિવાદીત નિવેદન આપ્યું છે. પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે તેમણે મને ખોટી રીતે ફસાવી છે. મેં તેમને કહ્યું હતું કે, તમારો આખો વંશ પૂરો થઈ જશે. તેઓ તેમના કર્મોના કારણે મર્યા છે.

એક સભામાં સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે, તે સુરક્ષા પંચના તપાસ અધિકારી હતા. તેમણે હેમંત કરકરેને બોલાવ્યા અને કહ્યું કે, સાધ્વીને છોડી દો. પરંતુ હેમંત કરકરેએ કહ્યું કે હતું હું કંઈ પણ કરીશ અને પુરાવા લાવીશ અને સાધ્વીને નહીં છોડું. સભામાં સાધ્વીએ કહ્યું કે, મેં તેને કહ્યું હતું કે, તારો સર્વનાશ થશે. તેણે મને ગાળો આપી હતી. જે દિવસે હું ગઈ તે દિવસે એના ત્યાં સૂતક લાગ્યું હતું અને જ્યારે તેને આતંકીએ મારી નાખ્યો ત્યારે સૂતક ખતમ થઈ ગયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here