સાનફ્રાન્સિસ્કોમાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા તરીકે ફરજ બજાવનાર સંજયકુમાર પાન્ડા કોણ છે?

0
34

સાનફ્રાન્સિસ્કો ખાતે તાજેતરમાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા તરીકે કટક (ઓરિસ્સા)ના ૫૬ વર્ષીય શ્રી સંજયકુમાર પાન્ડાની ૩ વર્ષની અવધિ માટે નિમણૂંક કરાઈ છે. ૧૪ નવેમ્બર, ૨૦૧૮ના રોજ કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા તરીકે ફરજો બજાવવાની શરૂઆત કરનાર શ્રી સંજયકુમાર પાન્ડા ૧૯૯૧ના વર્ષમાં ઈન્ડિયન ફોરેન સર્વિસમાં જોડાયા હતા અને તેઓએ બેલ્જીયમ, મલેશિયા, ફ્રાન્સ, જાપાન વિ. દેશોમાં ભારત તરફથી ઉચ્ચ રાજદ્વારી હોદ્દાઓ ઉપર સુંદર સેવાઓ બજાવી છે.

શ્રી અશોક વેન્ક્ટેશને સાનફ્રાન્સિસ્કો ખાતે કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા તરીકે સુંદર કામગીરી બજાવી પોતાની કાર્યભાર અવધિ પુરી થતાં નવા આવનાર કોન્સ્યુલેટ જનરલને આવકાર્યા હતા. US- India Strategic Partership Forum ગત માસે શ્રી સંજયકુમાર પાન્ડાને આવકારવા પાલો આલ્ટો ખાતે સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

અમેરિકાના વેસ્ટ કોસ્ટ અને Guamને આવરી લેતા રાજકીય કાર્યક્ષેત્રમાં વસતા ભારતીયોના પ્રશ્નો, ફરિયાદોને સાંભળી સંતોષકારક ઉકેલ લાવવા દર માસે યોજાનારા ઓવન હાઉસ દ્વારા સુંદર સેવાઓ આપી શકાશે એવી આશા વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here