સાપુતારામાં સુરતની ખાનગી મીની બસ પલટી, મુસાફરોને સામાન્ય ઈજા

0
54

સુરતઃ સુરતની ખાનગી ટ્રાવેલ્સની મીની બસ સાપુતારામાં ટેબલ પોઈન્ટ નજીક પલટી મારી ગઈ હતી. બસના ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. અને બસમાં સવાર મુસાફરોને નાની-મોટી ઈજા પહોંચી હતી.

સુરતની એક ખાનગી ટ્રાવેલ્સની મીની બસ 13 જેટલા મુસાફરોને લઈને સાપુતારા ગઈ હતી. સાપુતારામાં આવેલા ટેબલ પોઈન્ટ નજીક બસના ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા પલટી મારી ગઈ હતી. જેથી બસમાં સવાર 10 મહિલા અને ત્રણ જેટલા બાળકોને નાની-મોટી ઈજા પહોંચી હતી. જ્યારે ડ્રાઈવરને વધુ ઈજા પહોંચતા 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા સાપુતારા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here