સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બોબા ખાતે વિનામુલ્યે સારવાર કેમ્પ યોજાયો

0
186

 

પ્રાંતિજ ના બોભા ખાતે આવેલ પ્રાથમિક શાળા માં લાયન્સ કલબ ઓફ ગાંધીનગર તથા  લાયન્સ કર્ણાવતી શાંતાબેન વિષ્ણુભાઇ પટેલ આઈ હોસ્પિટલ ઓગણજના સહયોગ થી અને જાયન્ટ્સ ગૃપ ઓફ પ્રાંતિજ ના ઉપક્રમે ૨૧ મો મફત નેત્ર  , ચામડી  , નાક કાન ગળા નો  તથા ડાયાબીટીસ નિદાન કેમ્પ યોજાયો જેમાં ચામડી ના રોગોના નિષ્ણાત ડોકટર અર્પિતા બેન પટેલ તથા નાક- કાન ગળાના નિષ્ણાત ડોકટર દર્શક ટી.ધરજીયા તથા આંખોના નિષ્ણાત ડોકટરો દ્વારા વિનામુલ્યે સેવાઓ આપી હતી તો દર્દીઓને દવાઓ તથા ચશ્મા નુ રાહત દરે આપવામાં આવી હતી તો લાયન્સ કલબ ઓફ ગાંધીનગર દ્વારા મોતીયાના દર્દીઓને વિનામુલ્યે નેત્રમણિ લાયન્સ કર્ણાવતી શાંતાબેન વિષ્ણુભાઈ પટેલ આઈ હોસ્પિટલ ઓગણજ ખાતે લઇજવામા આવશે અને ઓપરેશન કરી આપવામાં આવશે તો આ પ્રસંગે બોભા સરપંચ આદરસિંહ શીવસિંહ રાઠોડ  , પ્રાંતિજ જાયન્ટસ સ્થાપક ર્ડા.એન .કે.ડેરિયા  , લાયન્સ કલબ ઓફ ગાંધીનગર ની ટીમ તથા જાયન્ટસ ગૃપ ઓફ પ્રાંતિજ ની ટીમ ઉપસ્થિત રહીને સેવાઓ આપી હતી .

 

 

 

રિપોર્ટર : સંજય રાવલ , CN24NEWS ,પ્રાંતિજ, સાબરકાંઠા

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here