Sunday, November 28, 2021
Homeસાબરકાંઠા : પ્રાંતિજ- તલોદ તાલુકા શહેર કોગ્રેસ સમિતિ દ્વારા બુથ કાર્યકર સંમેલન...
Array

સાબરકાંઠા : પ્રાંતિજ- તલોદ તાલુકા શહેર કોગ્રેસ સમિતિ દ્વારા બુથ કાર્યકર સંમેલન યોજાયું

 

લોકસભા ની ચુંટણી ની તૈયારી ના ભાગરૂપે પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ ખાતે આવેલ દશાશ્રીમાળી વાડી ખાતે પ્રાંતિજ તલોદ તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ આયોજીત બુથ કાર્યકર સંમેલન યોજાયું જેમાં બુથ વિષે માર્ગદર્શન સાથે ચાલુ સરકાર ઉપર ચાખઠાબાજી નો વરસાદ પણ ઉપસ્થિત કોંગ્રેસ આગેવોનો દ્વારા કરવામાં આવ્યો હતો તો આ સરકાર માં એકલું જુઠાણું ચાલતું હોય તેવા આક્શેપો પણ કોંગ્રેસ આગેવોનો દ્વારા કરવામાં આવ્યાં હતાં. તો આવનાર દિવસમાં એક જુથ થઈ ઉમેદવાર પક્ષ દ્રારા ગમેતે હોય પણ તેણે જીતાડવા આજથીજ શરૂઆત કરવા માટે ઉપસ્થિત વક્તાઓ એ જણાવ્યું હતું તો આ પ્રસંગે માજી સાસંદ સાગરભાઇ , જયરાજસિંહ પરમાર  , પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહબારૈયા, જિલ્લા પ્રમુખ મણીભાઇ પટેલ,તાલુકા પ્રમુખ બેચરસિંહ,સાબરકાંઠા પ્રભારી વિજયભાઇ પટેલ ,નગરપાલિકા વિરોધપક્ષ ના નેતા દિપ્તી બેન બ્રહ્મભટ્ટ ,નગરપાલિકા કોર્પોરેટર નિખિલભાઇ પટેલ , રેખાબેન સોલંકી , મીનાબેન પરમાર , પૂર્વ તાલુકા પ્રમુખ કાળુસિંહ સહિત ના કોંગ્રેસ આગેવોનો ઉપસ્થિત રહ્યાં હતાં તો પ્રાંતિજ –  તલોદ માંથી કોંગ્રેસ કાર્યકરો આગેવાનો હોદ્દેદારો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં તો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કોંગ્રેસ તાલુકા પ્રમુખ નરેન્દ્રભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું .

 

 

 

રિપોર્ટર : સંજય રાવલ, પ્રાંતિજ, સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments