સાબરકાંઠા : પ્રાંતિજ તાલુકા ના કમાલપુર ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા વર્ષ નો ૨૩મો  વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો

0
56

 

 

પ્રાંતિજ ના કમાલપુર ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે સર્જન ફાઉન્ડેશન અમદાવાદ આયોજિત વર્ષ નો ૨૩ મો  વિના મૂલ્યે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં કમાલપુર ગામ સહિત આજુ બાજુમાં રહેતાં ગોમામાથી કુલ -૮૩૦ દર્દીઓએ સેવાનો લાભ લીધો હતો અને ૪૭૬ વ્યક્તિઓને રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું જયારે ૧૧૯ દર્દીઓને ઇડર ખાતે આવેલ આત્મવલ્લભ હોસ્પિટલ ખાતે વિનામુલ્યે ઓપરેશન સહિત દર્દીઓને રહેવા જમવા તથા લાવવા લઇ જવા સુધી ની સગવડ પણ પુરી પાડવામાં આવશે તો સમગ્ર કેમ્પ નું સફળ આયોજન સંસ્થાનાં પ્રોજેકટ ઓફિસર અશોકભાઇ પરમાર  કરવામાં આવ્યું હતું  તો કેમ્પ ને સફળબનાવવા માટે નેહાબેન ભટ્ટ  , આસ્મીનબાનું  મારફતીયા  , શબાનાબાનુ ધોરી  , અરવિંદસિંહ ચૌહાણ  , સોહિલ રાઠોડ  , મહેબુબ ભાઇ  તો કમાલપુર પ્રાથમિક  શાળાના  આચાર્ય સપનાબેન દ્વારા સહિયોગ પુરો પાડવામાં આવ્યો હતો  .

 

 

રિપોર્ટર : સંજય રાવલ , પ્રાંતિજ ,સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here