Wednesday, September 22, 2021
Homeસાબરકાંઠા મા શંકરસિંહ વાઘેલાને હરાવનાર દીપસિંહને કરાયા રિપીટ, 2019માં આ કારણે થોડું...
Array

સાબરકાંઠા મા શંકરસિંહ વાઘેલાને હરાવનાર દીપસિંહને કરાયા રિપીટ, 2019માં આ કારણે થોડું અઘરુ છે

સાબરકાંઠા બેઠક પર પણ વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડને રિપીટ કરાયા છે. ગત ચૂંટણીમાં દીપસિંહે શંકરસિંહ વાઘેલાને હાર આપી જાયન્ટ કિલર સાબીત થયા હતા. સાબરકાંઠા બેઠક પહેલેથી કોંગ્રેસનો ગઢ રહી છે. જો કે ર૦૧૪માં મોદી અહી પણ સરપ્રાઇઝ ફેક્ટર તરીકે દીપસિંહ રાઠોડને લઇ આવ્યા હતા. આ બેઠક પર શંકરસિંહ વાઘેલાની જીત નિશ્ચિત મનાતી હતી. પરંતુ મોદીલહેર દીપસિંહને ફળી અને શંકરસિંહને હાર આપી સૌને ચોંકાવી દીધા હતા.

દીપસિંહની સાંસદ તરીકેની કામગીરીની સમીક્ષા કરીએ તો. દરેક સંસદ સભ્યને તેમની ટર્મ દરમિયાન રપ કરોડ જેટલી ગ્રાન્ટ મળે છે આ ગ્રાન્ટના ઉપયોગમાં સંસદ સભ્યની કામગીરી કેવી રહી તેની પર નજર કરીએ તો. ર૦૧૪માં દીપસિંહ મોદી લહેર પર સવાર થઇને જીત્યા હતા. પણ ર૦૧૯ની લડાઇ એટલી આસાન નથી. આ બેઠક પર ક્ષત્રિય ઠાકોર અને પાટીદારોનુ પ્રભુત્વ છે.

ગત વિધાનસભા ચૂંટણીમાં સાબરકાંઠાની સાતમાંથી ચાર બેઠક પર કોંગ્રેસે જીત મેળવી હતી. સાબરકાંઠા વિસ્તારમાં મોટી કોઈ સમસ્યા નથી અને જ્ઞાતિવાદના રાજકારણની જ બોલબાલા છે. આ જોતા જ્ઞાતિવાદના સમીકરણ જે પક્ષ સાચવશે પરિણામ તેની તરફેણમાં જઇ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments