Tuesday, September 21, 2021
Homeસાબરડેરી હવે ઘેટાં, બકરાં અને ઊંટડીનું દૂધ નહીં લે
Array

સાબરડેરી હવે ઘેટાં, બકરાં અને ઊંટડીનું દૂધ નહીં લે

હિંમતનગર: ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાર્ન્ડઝ ઓથોરીટી ઓફ ઇન્ડિયા FSSAIનો હવાલો આપી સાબરડેરી દ્વારા ઘેટાં, બકરાં અને ઊંટડીનુ દૂધ સંપાદન બંધ કરવા મંડળીઓને પરિ૫ત્ર કરાયો છે. જેમાં જણાવાયુ છે કે સુધારેલા ખાદ્ય સુરક્ષા અને ખોરાકી ચીજવસ્તુઓમાં ભેળસેળ અટકાવવા દૂધની સૂક્ષ્મ જીવાણુકીય ગુણવત્તાના માપદંડ સાથે કાયદો અમલમાં આવી ગયો છે અને FSSAIના કાયદા અંતર્ગત દૂધમંડળીઓએ પણ ખાદ્ય સુરક્ષા પરવાનો લેવો ફરજીયાત છે અને માપદંડોનુ અમલીકરણ જરૂરી છે.

દૂધની ગુણવત્તાના માપદંડોનું પાલન કરાશે તો દૂધ સ્વીકારાશે: કેટલીક દૂધ મંડળીઓ ગાય ભેંસના દૂધ સાથે ઘેટા બકરા તથા ઊંટડીનું ગુણવત્તા વગરનું દૂધ સંપાદન કરતી હોવાથી દૂધ સૂક્ષ્મ જીવાણુકીય ગુણવત્તા પર માઠી અસર થઇ રહી હોવાથી મંડળીઓએ ધારા ધોરણ મુજબનુ જ ગાય-ભેંસનું દૂધ જ સંપાદન કરવા માટેના ડેરી દ્વારા કરવામાં આવેલ પરિપત્રને પગલે સાબરકાંઠા જિલ્લાના ઘેટા, બકરા, ઊંટ જેવા પશુઓ રાખતા પશુપાલકો માટે દૂધ ક્યાં વેચવુ તેની સમસ્યા પેદા થનાર છે. નોંધનીય છે કે કેટલીક ડેરીઓ દ્વારા ઊંટના દૂધ અને દૂધની પ્રોડક્ટ બજારમાં મૂકવા પ્રયાસ હાથ ધરાયા છે ત્યારે સાબર ડેરી દ્વારા આવા પશુઓનું દૂધ સંપાદન બંધ કરવાનો પરિપત્ર કરાયો છે.

ગુણવત્તા વગરનું દૂધ સંપાદન થતું હતું: સ્થળાંતર કરતા અજાણ્યા વ્યક્તિઓ કે જેમને દૂધની ગુણવત્તા બાબતે પૂરતુ જ્ઞાન ન હોવાથી ગુણવત્તા વગરનુ દૂધ સંપાદન થતુ હોવાની બાબત ધ્યાન પર ઐવી છે. કાચા દૂધની ગુણવત્તા સારી હોય તો જ અને દૂધની બનાવટોની ગુણવત્તા જાળવી શકાય તથા નવા ખાદ્ય સુરક્ષા કાયદાનુ પાલન કરવુ પણ જરુરી છે. FSSAIના નિર્દેશ અને માપદંડોનુ પાલન કરનારનુ દૂધ સંપાદન કરવા બાધ નથી- ર્ડા.બી.એમ.પટેલ ,એમડી સાબરડેરી

ઘેટાં બકરાં ઊંટડીનું દૂધ બંધ થતાં સરેરાશ ફેટમાં સુધારો થશે: દૂધ મંડળીઓમાં દૂધાળા પશુઓનુ જે દૂધ સંપાદન કરાય છે તે અલગ અલગ લેવામાં આવતુ નથી તમામ પશુઓનુ દૂધ એક જ કન્ટેનરમાં એકઠુ કરવામાં અાવે છે. જેને કારણે દૂધનો સરેરાશ ફેટ નીચો આવે છે. હવે ડેરી દ્વારા ઘેટા બકરા ઊંટ વર્ગના પશુઓનુ દૂધ લેવાનુ બંધ કરાશે એટલે દૂધના સરેરાશ ફેટમાં સુધારો થશે અને કાચા દૂધની ગુણવત્તામાં સુધારો થતા દૂધ અને દૂધની બનાવટોની ગુણવત્તામાં પણ સુધારો થશે તેવુ ડેરી સૂત્રો દ્વારા જણાવાઇ રહ્યુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments