- Advertisement -
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મોબાઈલ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. સાબરમતી જેલના શાંતિ નિકેતન યાર્ડની બેરક નંબર-1માંથી મોબાઈલ ફોન મળ્યો છે. કાચા કામના કેદી મહેન્દ્રસિંહ સિસોદિયા પાસેથી મોબાઈલ ફોન મળ્યો છે. મોબાઈલ ફોનની સાથે જ સીમકાર્ડ અને મોબાઈલની બેટરી પણ મળી છે. જેલમાંથી મોબાઈલ મળવાના મામલે રાણીપ પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે. અને પોલીસે તપાસ શરૂ કરી છે.