Friday, September 17, 2021
Homeસાબરમતી નદીમાંથી પ્રેમી પંખીડાની તરતી હાલતમાં લાશ મળી
Array

સાબરમતી નદીમાંથી પ્રેમી પંખીડાની તરતી હાલતમાં લાશ મળી

અમદાવાદ: સાબરમતી નદીમાંથી આજે સવારે પ્રેમી પંખીડાની તરતી હાલતમાં લાશ મળી આવી હતી. પાલડી એનઆઈડી પાછળ નદીમાં બે લાશ તરતી હોવાની માહિતી ફાયરની ટીમને મળી હતી રેસ્કયુ ટીમે બંનેની લાશને બહાર કાઢી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયામાં નદીમાંથી પ્રેમી પંખીડાઓની લાશ મળવાની બીજી ઘટના બની છે.

મૃતક યુવકનું નામ શંકર, રહે. સાબરમતી મૂળ રાજસ્થાનનો રહેવાસી, મૃતક સગીરા છે પૂજા ખોડાજી ઠાકોર (ઉ.વ.15) રહેવાસી, જૂની રેલવે કોલોની સાબરમતી. પૂજા ઠાકોર ગઈકાલથી ગુમ હતી. પરિવારે સાબરમતી રેલવે પોલીસમાં અપહરણનો ગુનો પણ નોંધાવ્યો હતો.

NIDને જોડતા સાબરમતીના છેડે રવિવારે સવારે પ્રેમીયુગલના મૃતદેહ મળી આવ્યા હતા. છોકરી સગીર હતી. યુવક અને તેણે રૂમાલથી હાથ બાંધી નદીમાં ઝંપલાવ્યું હતું. બે દિવસ પહેલાં તેમના પ્રેમપત્રો, મોબાઇલ મૂકેલી બેગ રિવરફ્રન્ટ પરથી સિક્યુરિટી ગાર્ડને મળી હતી, જેના આધારે પોલીસે શોધખોળ શરૂ કરી હતી. દાણીલીમડાની શ્વેતા પરમાર અને મહેસાણાનો કમલેશ પરમાર શુક્રવારથી ગાયબ હતા. કમલેશ દાણીલીમડા બહેનના ઘરેે અગાઉ રહેવા આવ્યો હતો. આ દરમિયાન બન્ને વચ્ચે પ્રેમસંબધ બંધાયો હતો. બંને સાથે રહેવા માગતાં હતાં. પરિવારને તેમના સંબંધની જાણ ન હોવાનું કહે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments