સાયલાના ખીટલા ગામમાં અજાણ્યા શખ્સે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું, એકનું મોત

0
64

સુરેન્દ્રનગર:  સાયલાના ખીટલા ગામે કારની સાઈડ કાપવા મામલે બે વ્યક્તિનો ઝઘડો થયો હતો. જેમાં કારચાલકે ફાયરિંગ કરતાં અન્ય યુવાનને ગોળી વાગી હતી. સારવાર મળે એ પહેલા જ તેનું મોત થતાં થયું હતું. અજાણ્યા શખ્સે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું.

બે વ્યક્તિની લડાઈમાં મોતને ભેટેલા નિર્દોષ ધીરુભાઈ જેઠસુરભાઈ ખવડનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. તેના મૃતદેહને સાયલા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલાયો હતો.

ફાયરિંગની ઘટના બની ત્યાં દોડી ગયેલી પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે ઘટનાસ્થળ અને હોસ્પિટલ જઈ વધુ તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here