Sunday, May 18, 2025
Homeસાયલા : ચાલક ખનીજ ભરેલી ટ્રક ગેરેજમાં મૂકી ભાગી ગયો
Array

સાયલા : ચાલક ખનીજ ભરેલી ટ્રક ગેરેજમાં મૂકી ભાગી ગયો

- Advertisement -

સુરેન્દ્રનગર,સાયલાઃ સાયલા મામલતદાર અધિકારી સહિતની ટીમે સાયલા નેશનલ હાઇવે પર જશાપર ચોકડી પાસે ખનિજ ભરેલ ટ્રકને રોકી હતી. પરંતુ ટ્રક નહી રોકી બાજુમાં આવેલા ગેરેજમાં ગાડી મૂકી ચાવી કાઢી ચાલક કૂદીને ભાગી જતા ચકચાર ફેલાઇ હતી. આ બનાવમાં ખનિજ સહિતનો 25.75 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો હતો.

સાયલા પંથકમાં મોટી સંખ્યામાં ક્વોરી ઉદ્યોગો આવેલા છે. પરિણામે વજનચીઠી કે રોયલ્ટી પાસ વગરે ખનિજ ક્વોરી વેસ્ટની હેરાફેરી થતી હોવાની બૂમરાણો ઉઠી છે. ત્યારે સાયલા તાલુકાના વખતપર ગામે તલાટી દફતરની તપાસણી માટે સાયલા મામલતદાર સહિતની ટીમે જતી હતી.

આ દરમિયાન સાયલા નેશનલ હાઇવે પર જશાપર ચોકડી પાસે ખનિજ ભરેલા ટ્રકને રોકવામાં આવી હતી. પરંતુ આ ટ્રક નહી રોકી બાજુમાં આવેલા ગેરેજમાં ટ્રક મૂકી ચાવી કાઢી કૂદીને ટ્રકચાલક ભાગી ગયો હતો. જ્યારે ટીમ દ્વારા ટ્રકની તપાસ કરતા તેમાં 30 ટન ક્વોરી વેસ્ટનો જથ્થો ભરેલો હતો.જેની વજનચીઠી કે રોયલ્ટી પાસ ટ્રક સાથે મળી ન હતી. આથી બિનવારસી રૂ. 25,00,000ની કિંમતની ટ્રક ગણીને તેમજ રૂ. 75,000ની કિંમતનો 30 ટન કવોરી વેસ્ટનો જથ્થો સીઝ કરાયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular