Sunday, November 28, 2021
Homeસાવધાન...! ઈયરફોનનો વધારે પડતો ઉપયોગ કરવાથી થઇ શકે છે ગંભીર બીમારી
Array

સાવધાન…! ઈયરફોનનો વધારે પડતો ઉપયોગ કરવાથી થઇ શકે છે ગંભીર બીમારી

આપણે બધા મોટાભાગે ઇયરફોનનો ઉપયોગ કરીએ છીએ. એવું માનવામાં આવે છે કે, ફ્રી ટાઇમમાં સંગીત સાંભળવાથી વ્યક્તિ ટેન્સન મુક્ત થઇ જાય છે, પરંતું તમે જાણો છો કે, ઇયરફોનથી ઘણું નુકસાન પણ થાય છે. એક રીસર્ચ મુજબ દુનિયામાં 466 મિલિયન લોકોએ ઇયરફોનના કારણે પોતાની સાંભળવાની ક્ષમતા ગુમાવી છે એટલે કે, બિલકુલ બહેરા થઇ ગયા છે. તમે જ્યારે ઇયરફોન લગાવી ચાલતા હો ત્યારે તમારી આંખ ભલે બધું જોતી હોય, પણ તમારું મગજ ગીતમાં એટલું પરોવાયેલું હોય છે કે, આંખ અને મગજ વચ્ચેનો સંદેશાવ્યવહાર લગભગ શુન્ય થઈ જાય છે.

સરેરાશ છથી આઠ કલાક સુધી યુવાનો કાનમાં ઇયરફોન લગાવતા હોય છે. જોકે એને કારણે સાંભળવાની તકલીફ અને કાનમાં દુખાવો થવાની સંભાવના વધી જાય છે. જે લોકો ઈયરફોનના ઉપયોગથી જ વાતચીત કરતાં હોય છે તેમની સાંભળવાની ક્ષમતા ધીરેધીરે ઘટી જાય છે. તેમાં પણ જે લોકો ઊઁચા અવાજે સંગીત સાંભળે છે તેમને બહેરાશ આવે તેની શક્યતા 10 ગણી વધી જાય છે.

ઘણા લોકો રાત્રે સૂતી વખતે ઈયરફોન લગાવી ગીતો સાંભળતા હોય છે. આવી હાલતમાં જ તેઓ ઊંઘી પણ જતાં હોય છે. આ આદત સૌથી વધારે જોખમી છે. કારણ કે આમ કરવાથી માનસિક તાણ વધે છે અને ડિપ્રેશનનું જોખમ પણ ઊભું થાય છે. આ આદતના કારણે લાંબા સમયે તેમની ઊંઘ પણ ઘટી જાય છે. કેટલાક લોકોને માથાના દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે.

આ ઉપરાંત હોર્ન કે, વાહનનો અવાજ તમને સાભળતા નથી. આ કારણે જ ક્યારેક ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. ઘણા આવા કિસ્સા અત્યાર સુધીમાં જોવા મળ્યા હશે. ઇયરફોનના ઉપયોગ કરનારાને ડોક્ટરો દૂર રહેવાનું સૂચન કરતા હોય છે. જોકે ઘણા યુવાનો આજે કોલ સેન્ટર અને સેલ્સમાં આઉટસોર્સિંગ કરતી કંપનીઓમાં કામ કરે છે અને તેમને નાછૂટકે લાંબા સમય સુધી કાનમાં હેડફોન ભરાવીને કામ કરવું પડતું હોય છે.

સતત ઈયરફોનનો ઉપયોગ રાખવાથી કાનની અંદરની કોશિકા નિષ્ક્રીય થવા લાગે છે અને તેના કારણે કાનમાં બેક્ટેરિયા થાય છે. કાનમાં બેક્ટેરિયા થવાની શરૂઆત થાય ત્યારે કાનમાંથી સતત ચીકાશવાળો પદાર્થ નીકળતો રહે છે. જો તમને પણ આવી સમસ્યાઓ થતી હોય તો ચેતી જાઓ અને બંધ કરી લો વધારે પડતો. કોઈ ઉપાય નથી કે, જેને અપનાવવાથી મુશ્કેલીઓ ઓછી થઈ શકે. જોકે નોકરીમાં લાંબા બ્રેક લેવા કરતા નાના-નાના વધુ બ્રેક લેવાનું સૂચન આ યુવાનોને આપવામાં આવતું હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments