Wednesday, September 22, 2021
Homeસાવધાન! યોગ્ય સારવાર નહી કરો તો આ બિમારી જીવલેણ સાબિત થઇ શકે...
Array

સાવધાન! યોગ્ય સારવાર નહી કરો તો આ બિમારી જીવલેણ સાબિત થઇ શકે છે

ટીબીની સારવાર યોગ્ય રીતે ન કરવામાં આવે તો આ રોગ જાનલેવા બની શકે છે. ટીબી માત્ર ફેફસાં સાથે સંકળાયેલ સમસ્યા નથી પરંતુ શરીરના કોઇ પણ અંગમાં થઇ શકે છે જેવા કે હાડકા, સાંધા, પેટ, આંતરડા, મગજ, કિડની, પ્રજનન અંગ તેમજ મોં, નાક વગેરે. જાણો, તેના લક્ષણ વિશે…

– ટીબીની બિમારીનું સૌથી મોટું લક્ષણ કફમાંથી લોહી નિકળવું છે. આ બિમારીમાં ફેફસાંમાં ખૂબ જ ઝડપથી ઇન્ફેક્શન ફેલાવા લાગે છે જેનાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ટીબીની બિમારીનું સૌથી મોટું લક્ષણ ખાંસી આવવી છે, પરંતુ ઘણા બધા લોકો તેને સામાન્ય ખાંસી સમજીને નજરઅંદાજ કરી દેતા હોય છે, એટલા માટે જો તમને ત્રણ અઠવાડિયા કરતા વધારે સમય સુધી ખાંસી આવવાની સમસ્યા રહે છે તો તુરંત જ ડૉક્ટર પાસે ચેકઅપ કરાવો.

– આ બિમારીમાં આખો દિવસ કંઇ જ નથી થતું પરંતુ સાંજના સમયે તાવ આવવા લાગે છે, જો તમારી સાથે પણ આ પ્રકારે થઇ રહ્યું છે તો આ ટીબીના લક્ષણ હોઇ શકે છે. ટીબીની બિમારીમાં મોટાભાગે છાતીમાં દુખાવો થવાની સમસ્યા થતી હોય છે. જો આ પ્રકારના લક્ષણ હોય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઇએ.

– આ બિમારી થવા પર અચાનકથી જ વજન ઓછુ થવા લાગે છે. એટલા માટે જો તમારું વજન અચાનકથી જ ઓછું થવા લાગે તો આ લક્ષણને ક્યારેય નકારશો નહીં. આ બિમારી થવા પર ભૂખ લાગવાનું બંધ થઇ જાય છે, એટલા માટે આ બધી પરિસ્થિતિઓમાં ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments