Monday, October 18, 2021
Homeસાવલી નજીક ગ્રીસ બનાવતી કંપનીમાં ભીષણ આગ, કોઇ જાનહાની નહીં
Array

સાવલી નજીક ગ્રીસ બનાવતી કંપનીમાં ભીષણ આગ, કોઇ જાનહાની નહીં

વડોદરા: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પરથમપુરા ગામ પાસે ગ્રીસ બનાવતી કંપનીમાં આજે ગુરૂવારે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. સાવલી અને મંજુસર જી.આઇ.ડી.સી.ના ફાયર ફાઇટરોએ સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લીધી હતી.

સાવલી તાલુકાના પરથમપુરા ગામ પાસે એટલાન્ટિક ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. આ કંપનીમાં ગ્રીસનું ઉત્પાદન કરવામાં આવે છે. કંપનીમાં આગ લાગતા જ કંપનીના કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા. બનાવ બનાવની જાણ સાવલી અને મંજુસર જી.આઇ.ડી.સી.ના ફાયર બ્રિગેડને જાણ થતાં તુરંત જ લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા. અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગને પગલે પરથમપુરા ગામના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આગના ધુમાડાથી ગામ લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments