Tuesday, September 28, 2021
Homeસાસરિયાંએ ગોંધી રાખેલો પતિ પાછો મેળવવા માટે સગર્ભા પત્નીએ હાઇકોર્ટમાં અરજી કરી
Array

સાસરિયાંએ ગોંધી રાખેલો પતિ પાછો મેળવવા માટે સગર્ભા પત્નીએ હાઇકોર્ટમાં અરજી કરી

અમદાવાદ:પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન બાદ સાસરિયાએ પતિને ફોન કરી દિલ્હી બોલાવી ગેરકાયદે ગોંધી રાખ્યો હોવાની ફરિયાદ સાથે આઠ મહિનાનો ગર્ભ ધરાવતી મહિલાએ હાઇકોર્ટમાં અરજી કરી પતિને પાછો બોલાવવા માગણી કરી છે. હાઇકોર્ટે પોલીસને નોટિસ પાઠવી કેસની વધુ સુનાવણી મુલત્વી રાખી છે.

મૂળ દિલ્હીની મહિલા પૂનમબેન બગરીએ એડવોકેટ મિત્તલ પટેલ મારફતે હાઇકોર્ટમાં પિટિશન કરી જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં રહેતા અશોક બગરી સાથે તેણે પ્રેમ લગ્ન કર્યા હતા. અશોકનો પરિવાર આ લગ્નથી રાજી ન હોવાથી બંને ભાગીને 5 જૂન 2018થી બોપલમાં રહેતા હતા. પૂનમબેન હાલ ગર્ભવતી છે.

દરમિયાન અશોકને તેના પરિવારજનોનો ફોન આવ્યો અને કહ્યું કે, અમે પરિણીતા અને તેના બાળકને સ્વીકારવા તૈયાર નથી. દરમિયાન પત્નીએ નાદુરસ્ત તબિયતને કારણે છોડેલી નોકરી ફરીથી 1 ફેબ્રુઆરી 2019થી સિક્યુરિટી કંપનીમાં શરૂ કરી હતી. એક દિવસ તે નોકરી પરથી પરત ઘરે આવી તો ખબર પડી કે પતિ ઘરે ન હતો. તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો.

યુવતીને આઠ માસનો ગર્ભ હોવાથી તે હાલ રાજસ્થાન જઈ શકે તેમ નથી. તેણે પોતાના કેટલાક મિત્રોને ત્યાં મોકલ્યાં હતાં જોકે તેમને મળવા દેવામાં આવ્યા ન હતા. તેણે બોપલ પોલીસ મથકે આ બાબતે ફરિયાદ કરી હોવા છતાં કોઇ કાર્યવાહી થઇ નથી.

એક દિવસ પત્નીએ પતિને ફોન કર્યો તો તેના સસરાએ ફોન કાપી નાખ્યો. પરિણીતાના સસરાએ ધમકી આપી કે તું ફોન કરીશ નહીં. ગત સપ્તાહે પણ પતિએ તેને ફોન કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે, તે પત્ની પાસે પરત આવવા માગે છે પણ તેના પિતા તેને આવતા અટકાવે છે. પતિS કહ્યું કે, મારો પરિવાર મારા પર ત્રાસ ગુજારે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments