Wednesday, December 8, 2021
Homeસાહોનું ટ્રેલર આવ્યું સામે, પ્રભાસનો માચો અવતાર અને શ્રદ્ધાનો દંબગ કિરદાર
Array

સાહોનું ટ્રેલર આવ્યું સામે, પ્રભાસનો માચો અવતાર અને શ્રદ્ધાનો દંબગ કિરદાર

આજે બોલિવુડની આશિકી ગર્લ શ્રદ્ધા કપૂરનો જન્મદિવસ છે. પોતાના જન્મદિવસ પર શ્રદ્ધાએ ફેન્સને મોટી ગીફ્ટ આપી છે. ટૂંક સમયમાં શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહો રિલીઝ થવાની છે. ફિલ્મની પ્રોડક્શનની કાર્યવાહી હાલ ચાલી રહી છે. આ વચ્ચે આજે શ્રદ્ધાએ પોતાના જન્મ દિવસ પર સાહોની વધુ એક ઝલક બતાવી હતી. આ પહેલા પ્રભાસના જન્મદિવસ પર પ્રભાસનો લુક અને ફિલ્મની એક્શન સિકવન્સ દર્શાવવામાં આવી હતી. ત્યારે હવે શ્રદ્ધાના જન્મદિવસ પર સાહોનો બીજો મેકિંગ લુક રિવીલ કરવામાં આવ્યો છે. જેના ટ્રેલરને હજુ થોડી વાર છે પણ ફિલ્મની આ મેકિંગ સિકવન્સ પણ ટ્રેલરથી કમ નથી દેખાઈ રહી.

વીડિયોમાં શ્રદ્ધા દબંગ લૂકમાં નજર આવી રહી છે. નવા વીડિયોમાં પ્રભાસ પણ તેની સાથે જોવા મળી રહ્યો છે. 01:02 સેકન્ડના વીડિયોમાં પ્રભાસ સાથે શ્રદ્ધા બંદુક ચલાવતી જોવા મળવાની છે. શ્રદ્ધાએ બાઘીમાં પણ આવો ફિયરલેસ રોલ પ્લે કર્યો હતો હવે સાહોમાં પણ તે એક્શનપેક રોલ કરતી જોવા મળશે.

જણાવી દઈએ કે ફિલ્મને સુજીત ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં પ્રભાસ અને શ્રદ્ધા સિવાય જેકી શ્રોફ અને વિલનના રોલમાં નીલ નીતિન મુકેશ પણ છે. ફિલ્મમાં થોડો સાય ફાય ટચ પણ આપવામાં આવ્યો છે. જે હવેની સાઉથની મોટાભાગની ફિલ્મોમાં નજર ચડે છે.

બાહુબલી બાદ લાંબા સમયના અંતરાલે પ્રભાસ ફરી સ્ક્રિનશેર કરતો જોવા મળશે. પાંચ વર્ષ સુધી બાહુબલી ફિલ્મ કર્યા બાદ પ્રભાસે 2 વર્ષ સુધી સાહોમાં ધ્યાન આપ્યું હતું. આમ તો સાહો ગત્ત વર્ષે જ બનીને તૈયાર થઈ જવાની હતી પણ ફિલ્મની એક્શન સિકવન્સ ધારદાર બનાવવામાં ખાસ્સો સમય બરબાદ થયો. જે બોક્સઓફિસ પર ફળિભૂત થાય છે કે નહીં તેનો તો ફેન્સે ઈંન્તેઝાર કરવો પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments