સાહો’ માટે પ્રભાસને 100 કરોડ રૂપિયાની ફી મળી હોવાની ચર્ચા

0
45

મુંબઈઃ 30 ઓગસ્ટના રોજ પ્રભાસની ફિલ્મ ‘સાહો’ રિલીઝ થવાની છે. આ ફિલ્મથી શ્રદ્ધા કપૂર તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહી છે. સુજીતની આ ફિલ્મને વર્ષ 2019ની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવે છે. આ પાવર પેક્ડ થ્રિલર ફિલ્મ માટે પ્રભાસને બહુ મોટી ફી મળી હોવાની હાલમાં ચર્ચા થઈ રહી છે.

100 કરોડ મળ્યાં હોવાની ચર્ચા
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પ્રભાસને આ ફિલ્મ માટે મેકર્સે મસમોટી રકમ આપી છે. પ્રભાસને આ ફિલ્મ માટે 100 કરોડ રૂપિયાની ફી મળી હોવાની ચર્ચા છે. જો આ વાત સાચી હોય તો પ્રભાસ ભારતનો સૌથી મોંઘો એક્ટર બનશે. તે રજનીકાંત, સલમાન ખાન, અક્ષય કુમાર તથા શાહરુખ ખાનને હાઇએસ્ટ પેડ એક્ટરની યાદીમાં ક્યાંય પાછળ મૂકી દેશે. પહેલાં એમ કહેવામાં આવતું હતું કે પ્રભાસને ‘સાહો’ના રિલીઝ બિઝનેસનો 50 ટકા હિસ્સો મળશે. જોકે, આ અંગે કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.

શ્રદ્ધાને સાત કરોડ મળ્યાં હોવાની શક્યતા
શ્રદ્ધાની સાઉથ ઈન્ડસ્ટ્રીની આ પહેલી ફિલ્મ છે. તેને સાત કરોડ રૂપિયાની ફી મળી હોવાની ચર્ચા છે.

બે ગીતો રિલીઝ થઈ ચૂક્યા છે
‘સાહો’ના બે ગીતો તથા ટીઝર રિલીઝ થઈ ચૂક્યા છે. આ ફિલ્મમાં શ્રદ્ધા પોલીસના રોલમાં છે. ચાહકોને ફિલ્મમાં પ્રભાસ તથા શ્રદ્ધા કપૂરની કેમિસ્ટ્રી ઘણી જ પસંદ આવી છે. ફિલ્મમાં મંદિરા બેદી, નીલ નીતિન મુકેશ, જેકી શ્રોફ તથા ચંકી પાંડે છે. આ ફિલ્મ પહેલાં 15 ઓગસ્ટે રિલીઝ થવાની હતી. જોકે, પછી આ ફિલ્મને 30 ઓગસ્ટે રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here