Monday, January 24, 2022
Homeસિંગાપોર ફરવા ગયેલા સુરતના પરિવારના ઘરમાંથી ડોલર-યુરોની ચોરી, સીસીટીવી
Array

સિંગાપોર ફરવા ગયેલા સુરતના પરિવારના ઘરમાંથી ડોલર-યુરોની ચોરી, સીસીટીવી

સુરતઃ  સિંગાપોર ફરવા ગયેલા પીપીલોદ વિસ્તારના પરિવારના ઘરમાંથી યુરો, ડોલર સહિત 1.95 લાખની મત્તા ચોરાઈ હતી. બે દિવસ અગાઉ કરારમાં આવેલા ચાર તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, 17થી 29 જાન્યુઆરી દરમિયાન પીપલોદની નંદીપાર્ક સોસાયટીમાં રહેતા પ્રતિભાબેન ચંદ્રકાંત છુડગરના ઘરમાં ચોરી ઘટના બની છે. તેમની પુત્રી એમીએ આ મામલે અડાજણમાં રહેતા પ્રતિકભાઈને જાણ કરી હતી. અને ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ પ્રમાણે પ્રતિભાબેનના પુત્ર વેપાર કરતા હોય તેમની સાથે પરિવાર સિંગાપોર ફરવા નીકળ્યા હતા. દરમિયાન અજાણ્યા ચોર ઈસમોએ તેમના ઘરમાં દરવાજાનો નકૂચો તોડી પ્રવેશ કર્યો હતો.  ત્યારબાદ ઘરમાં રહેલા 1595 યુરો 156 અમેરિકન, 660 કેનેડીયન ડોલર અને ભારતીય ચલણના રોકડા 44 હજાર સહિત સોનાની દાગીના મળી કુલ્લે 1.95 લાખની મત્તા પર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા.

ફરિયાદ આધારે પોલીસે તપાસ હાથ ધરતા ગત 28 જાન્યુઆરીના રોજ એક કારમાં અજાણ્યા ઈસમો આવતા સીસીટીવીમાં કેદ થયા છે. જેથી પોલીસે સીસીટીવી આધારે ચોરોને પકડી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular