સિંધુનો ચીનની કંપની સાથે 50 કરોડ રૂપિયાનો કરાર, ભારતીય બેડમિન્ટનની સૌથી મોટી ડીલ

0
19

નવી દિલ્હીઃ બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ચીનની કંપની લિ નિંગ સાથે 50 કરોડ રૂપિયાની ઇક્વિપમેન્ટ અને સ્પોન્સરશિપ ડીલ કરી છે. ડીલ ચાર વર્ષ માટે છે. લિ નિંગની ભારતીય પાર્ટનર કંપનીના અધિકારી મહેન્દ્ર કપૂરનું કહેવું છે કે, સિંધુની સાથે આ ડીલ બેડમિન્ટનની દુનિયાની સૌથી મોટી ડીલ્સમાંથી એક છે. આ પહેલાં લિ નિંગે ભારતના પુરૂષ બેડમિન્ટર ખેલાડી કિદાંબી શ્રીકાંતની સાથે પણ ચાર વર્ષ માટે 35 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો.

4 વર્ષ પહેલાં 1.25 કરોડની ડીલ

સિંધુની આ ડીલ વિરાટ કોહલીની 2017માં એક સ્પોર્ટ્સ કંપનીની સાથે કરવામાં આવેલી ડીલ બરાબર છે. તે સમયે કોહલીએ 8 વર્ષ માટે 100 કરોડ રૂપિયાની ડીલ કરી હતી. ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પદક જીતી ચૂકેલી સિંધુની ગણતરી દુનિયાની ટોપ બેડમિન્ટન ખેલાડીઓમાં થાય છે. લિ નિંગે સિંધુની સાથે આ પહેલાં 2014-15માં કરાર કર્યો હતો. તે સમયે આ ડીલ 1.25 કરોડ રૂપિયાની જ હતી.

પી કશ્યપ સાથે 8 કરોડમાં ડીલ

સિંધુ સિવાય લિ નિંગે મનુ અત્રી અને બી સુમિત રેડ્ડીની મેન્સ ડબલ્સ જોડી સાથે 4-4 કરોડ અને કોમનવેલ્થ ગેમ્સમાં સ્વર્ણ પદક જીત ચૂકેલી પારુપલ્લી કશ્યપ સાથે આઠ કરોડ રૂપિયામાં બે વર્ષનો કરાર કર્યો છે.

લિ નિંગે IOAની સાથે પણ ડીલ કરી

ચીનની આ કંપનીએ ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ની સાથે પણ બે વર્ષની ડીલ કરી છે. જે હેઠળ કંપની 2020 ટોક્યો ઓલિમ્પિક માટે ભારતીય ખેલાડીઓ તથા અધિકારીઓને પ્રતિયોગિતા અને પ્રશિક્ષણ માટે કિટ અને જૂતા આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here