સિંહણને મેટીંગમાં લેવા રઘવાયા થયેલા સાવજે 5 માસના બે સિંહબાળને ફાડી ખાધા

0
25

વિસાવદર: વિસાવદરના કુટીયા જંગલ વિસ્તારમાં સોમવારે સિંહણને મેટીંગમાં લેવા રઘવાયા થયેલા સિંહે બે સિંહ બાળને ફાડી ખાધા હતા. આ બનાવ અંગે સ્થાનિક તથા ડીસીએફએ પણ સમગ્ર બનાવને છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મામલો ઉચ્ચ કક્ષાએ પહોંચતા સીસીએફએ સમગ્ર વિગતની પુષ્ટિ આપવી પડી હતી.

વિસાવદર રેન્જ હેઠળનાં કુટીયા રાઉન્ડમાં કુટીયા 1 બીટમાં સિંહણ તેના બચ્ચા સાથે વિહરી રહી હોય અને આજ વિસ્તારમાં 14 બચ્ચાઓ અને પાંચ સિંહણોનું ગ્રુપ પણ વિહરી રહ્યું છે. જેમાંથી પણ ઘણાખરા સિંહોના મોત થઇ ચૂક્યા છે. આવી જ રીતે સોમવારે ખૂંખાર સિંહે સિંહણને મેટીંગમાં લેવા માટે તેના વ્હાલાસોયા પાંચ માસના બંને સિંહબાળને ફાડી ખાધા હતા. બાદમાં આ સિંહ સિંહણને ધરાર મેટિંગમાં લઈને ચાલ્યો ગયો હતો. આ જંગલમાં બનતી એક કુદરતી પ્રક્રિયાનો ભાગ છે. પરંતુ સિંહનાં મોત થાય તેનો આંક છૂપાવા માટે વન વિભાગ અથાગ પ્રયત્ન કરતું હોય છે. ત્યારે ગીર પશ્ચિમના ડીસીએફએ પણ એક બચ્ચાનું ઇનફાઇટમાં મોત થયું હોવાનું કહી બાદમાં ફોન કરું એવો ઉડાઉ જવાબ આપ્યો હતો.
વન્યપ્રાણી વર્તુળના સીસીએફ ડી.ટી.વસાવડાએ આ અંગેની સ્પષ્ટતા કરી જણાવ્યું હતું કે બંને બચ્ચાને સિંહે ફાડી ખાધા છે અને આ બચ્ચાઓ નર છે કે માદા તે પણ જાણી શકાયું નથી. બંને બચ્ચાઓનું સાસણના વેટરનરી તબીબે પીએમ કર્યું હતું. ત્યારે સિંહોની સલામતીના બણગાં ફૂંકતા વનવિભાગે બંને બાળ સિંહોના મોતનો બનાવ છૂપાવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
ગિરનાર જંગલનાં રણશીવાવ રાઉન્ડમાંથી થોડા દિવસો પહેલાં એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સિંહનું મોત ફેફસાંની બિમારીથી થયાનું પણ માલુમ પડ્યું હતું. જો કે, સિંહનાં તમામ નખ સલામત હતા. ગિરનાર જંગલની ઉત્તર ડુંગર રેન્જમાં આવેલા રણશીવાવ રાઉન્ડમાંથી થોડા દિવસ પહેલાં એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. વનવિભાગની તપાસમાં તે અઢીથી ત્રણ વર્ષનો નર હોવાનું માલુમ પડ્યું હતું. તેના પર વનવિભાગની સતત નજર હતી. તેનું સતત મોનિટરીંગ પણ કરાતું હતું. પણ એક સવારે તેનો મૃતદેહ મળી આવતાં તેનું પીએમ કરાયું હતું. જેમાં તેનું મોત ફેફસાંની બિમારીથી થયાનું માલુમ પડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here