Saturday, November 27, 2021
Homeસિગરેટનો કશ મારવો પડશે મોંઘો, ITCએ કર્યો ભાવમાં વધારો
Array

સિગરેટનો કશ મારવો પડશે મોંઘો, ITCએ કર્યો ભાવમાં વધારો

સિગરેટનો કશ મારતા લોકો માટે ખરાબ સમાચાર છે. કારણ કે દેશની સૌથી મોટી સિગરેટ બનાવનાર કંપની ITCએ સિગરેટના ભાવ વધારી દીધા છે. કંપનીએ કિંમતોમાં 15 ટકા સુધીનો ભાવ વધારો કર્યો છે. સિગરેટનો ભાવ વધાર્યા બાદ કંપનીએ શેરોમાં 1.5 ટકા વધારો થઇ ગયો છે.

તમને જણાવી દઇએ કે સિગરેટ બનાવનારી કંપની આઇટીસીએ 3 સિગરેટ બ્રાન્ડના ભાવ વધારી દીધા છે. કંપનીએ સિગરેટના ભાવમાં 7 થી 14.5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ITC બ્રિસ્ટલ, ફ્લેક, એક્સેલ અને કેપ્સટન સિગરેટના ભાવ વધાર્યા છે.

કંપનીએ જાણકારી આપતા જણાવ્યું કે અમે થોડીક જ બ્રાન્ડના ભાવમાં વધારો કર્યો છે. તમને જણાવી દઇએ કે કંપનીએ કેપ્સટન સિગરેટની કિંમત 14.5 ટકા વધારી છે. ત્યારે ફ્લેક એક્સલની કિંમતમાં 11 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. બ્રિસ્ટલના ભાવમાં 6.7 ટકાનો વધારો થયો છે. આઇટીસીના કુલ વેંચાણમાં આ સિગરેટનો 10 થી 13 ટકા ભાગ છે.

તમને જણાવી દઇએ કે હવે બ્રિસ્ટલનું પેક 60 રૂપિયાની જગ્યાએ 64 રૂપિયાનું થઇ ગયું છે. ફ્લેક એક્સેલનું પેક 54 રૂપિયાની જગ્યાએ 60 રૂપિયા અને કેપ્સટન 48 રૂપિયાની જગ્યાએ 55 રૂપિયાનું થઇ ગયું છે. આ તમામ સિગરેટના એક પેકેટમાં 10 સિગરેટ હોય છે.

આ કંપનીનું હેડક્વાર્ટર કલકત્તામાં છે. કંપની આ ત્રણ બ્રાન્ડસના માર્કેટમાં 20 ટકા ભાગીદારી છે. તમને જણાવી દઇએ કે આ પહેલા કંપની ડિસેમ્બર 2018માં ગોલ્ડ ફ્લેક સેન્ચુરી, ગોલ્ડ ફ્લેક સ્પશિયલ ફિલ્ટર અને ફ્લેક ગોલ્જ ક્રેસ્ટના ભાવોમાં 10 ટકાનો વધારો કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments