Tuesday, December 7, 2021
Homeસિઝેરીયનથી બેબી બહાર આવ્યું કોટન અંદર રહી ગયું, માતાનું મોત
Array

સિઝેરીયનથી બેબી બહાર આવ્યું કોટન અંદર રહી ગયું, માતાનું મોત

વડોદરા, લુણાવાડાઃ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની ગીતાબેન જયંતીભાઈ ખાંટ(ઉં.વ.33)એ લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં સ્વસ્થ બાળકને જન્મ આપ્યા હતો. સોમવારે રાત્રે પેટમાં દુઃખાવાની, ઉલ્ટીઓ થવાની અને પેટ ફૂલી સાથે સયાજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. તબીબોએ તપાસતા સિઝેરિયન ડિલિવરી દરમ્યાન લોહી સાફ કરવા માટે વપરાતો રૂનો જથ્થો અંદર ભૂલી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે સયાજી હોસ્પિટલના તબીબોએ ઓપરેશન કરીને રૂ નો જથ્થો બહાર કાઢી શક્યા હતા, પરંતુ તેનો જીવ બચાવવામાં નિષ્ફ્ળ ગયા હતા.

ગરીબ દર્દીની સારવારમાં બે હોસ્પિટલોની નિષ્કાળજીએ 33 વર્ષની મહિલાનો ભોગ લીધો

આંતરડાનો દુઃખાવો થતો હતો એટલે વડોદરા રીફર કરી

મારી આરોહી હોસ્પિટલમાં શનિવારે દર્દી ડિલિવરી માટે દાખલ કરવામાં આવી હતી.ડિલીવરી બાદ તેને સતત આંતરડામાં દુખાવો થયાની ફરીયાદ આવી હતી. પરિવારજનો સાથે વાત કરીને દર્દીની વધુ સારવાર માટે સોમવારે વડોદરાની સયાજી હોસ્પિટલમાં મે રીફર કરી હતી. ડૉ.શૈલા ભૂરીયા, આરોહી હોસ્પિટલ, લુણાવાડા

સોનોગ્રાફીમાં પેટમાં કશુક દેખાયું, તાત્કાલિક અોપરેશન કર્યું

મહિલા 7મી તારીખે રાત્રે પેટમાં દુ:ખાવાની, પેટ ફૂલી જવાની અને ઊલટીઓ થવાની ફરિયાદ સાથે આવી હતી.  ડિલિવરી બાદ થતો દુખાવો હશે તેમ લાગ્યું પરંતુ જે રીતે પેટ ફૂલી રહ્યું હતું, તેનાથી અંદર કંઈક રહી ગયું હશે તેમ લાગ્યું.સોનોગ્રાફી કરીને તપાસતા પેટમાં કંઈક ફસાઈ ગયું હોવાનું દેખાયું. જેને તાત્કાલિક ઓપરેટ કરીને બહાર કાઢવામાં આવ્યું હતું.  ડૉ. સમીર કચેરીવાલા, સયાજી હોસ્પિટલ

ડૉ.શૈલાએ બેદરકારી દાખવી છે, તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરો

લુણાવાડાની આરોહી હોસ્પીટલમાં શનિવારે ઓપરેશન કરવામાં આવ્યું હતું,ત્યાં બાળકનો જન્મ થયો હતો પરતું સારું ના થતાં વડોદરા એસ.એસ.જી હોસ્પીટલમાં લાવ્યા હતા ત્યાં ફરી ઓપરેશન કરવું પડ્યું હતું અને લુણાવાડા આરોહી હોસ્પિટલના તબીબ ડો.શૈલા ભૂરીયાની ગંભીર બેદરકારી સામે આવી હતી અને શરીરમાંથી રૂ નો જથ્થો નીકળ્યો હતો. વડોદરા સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે. આ બેદરકાર ડોકટર વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ છે. ઝાલાભાઈ પગી,  મૃતક મહિલાના ફૂવા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments