Friday, April 26, 2024
Homeસિટિજનશિપ બિલના વિરોધમાં દેશવ્યાપી હડતાલ, જાણો શું છે આ બિલ?
Array

સિટિજનશિપ બિલના વિરોધમાં દેશવ્યાપી હડતાલ, જાણો શું છે આ બિલ?

- Advertisement -

બેંક કર્મચારી યુનિયન, શ્રમિક સંગઠનો અને નોર્થ-ઈસ્ટમાં સિટિજનશિપ બિલના વિરોધમાં તમામ સંગઠનોએ આઠમી અને નવમી જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાલનું એલાન કર્યું છે. તેને કારણે લોકોને બેન્ક સંબંધિત કામકાજોમાં કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડશે. જો કે આ બંને દિવસો દરમિયિન દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેન્કમાં કદાચ કામકાજ થશે.

એસબીઆઈની દેશભરમાં 85 હજાર શાખાઓ છે. કેટલીક અન્ય નેશનલ બેન્કોમાં પણ સામાન્ય કામકાજ થવાની આશા સેવાઈ રહી છે. સરકારે એક તરફ શ્રમ સુધારણા અને શ્રમિક વિરોધી નીતિઓના વિરોધમાં કેન્દ્રીય શ્રમિક સંઘોએ મંગળવારે બે દિવસની દેશવ્યાપી હડતાલનું એલાન ક્રુયં છે. શ્રમિક સંઘોએ જાહેર કરેલા સંયુક્ત નિવેદનમાં આના સંદર્ભે જાણકારી આપી છે.

લગભગ 20 કરોડ જેટલા કર્મચારીઓ હડતાલમાં સામેલ થઈ રહ્યા છે. એટકના મહાસચિવ અમરજીત કૌરે સોમવારે દશ કેન્દ્રીય શ્રમિક સંઘોની એક પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને જણાવ્યું હતું કે બે દિવસની હડતાલ માટે 10 કેન્દ્રીય શ્રમિક સંઘોએ હાથ મિલાવ્યા છે. આમા વીસ કરોડ શ્રમિકોના સામેલ થવાની આશા છે. તેમણે કહ્યુ છે કે ભાજપની આગેવાનીવાળી સરકારની જનવિરોધી અને શ્રમિક વિરોધી નીતિઓ વિરુદ્ધ આ હડતાલમાં સૌથી વધારે સંખ્યામાં સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ સામેલ થશે.

દૂરસંચાર, સ્વાસ્થ્ય, શિક્ષણ, કોલસા, સ્ટીલ, વીજળી, બેન્કિંગ, વીમા અને પરિવહન ક્ષેત્રના લોકો પણ હડતાલમાં સામેલ થઈ રહ્યા છે. અમરજીત કૌરે કહ્યું છે કે તેઓ બુધવારે નવી દિલ્હીમાં મંડી હાઉસથી સંસદભવન સુધી વિરોધ સરઘસ કાઢશે. આવી રીતે જ દેશભરમાં અન્ય અભિયાન ચલાવવામાં આવશે

અમરજીત કૌરે કહ્યું છે કે કેન્દ્રીય શ્રમિક સંઘ એકતરફ શ્રમ સુધારણાનો પણ વિરોધ કરે છે. તેમણે કહ્યું છે કે તેમણે સરકારને શ્રમિક કાયદાઓ માટે સૂચન કર્યું હતું. પરંતુ ચર્ચા દરમિયાન શ્રમિક સંઘોના સૂચનોની અવગણના કરવામાં આવી છે. તેમણે બીજી સપ્ટેમ્બર-2016ના રોજ હડતાલ કરી હતી. તેમણે નવમી નવેમ્બરથી અગિયારમી નવેમ્બર-2017ના રોજ મહાપડાવનો કાર્યક્રમ પણ કર્યો હતો. પરંતુ સરકાર વાત કરવા માટે આગળ આવી નહીં અને એકતરફી શ્રમ સુધારણા તરફ આગળ વધવામાં આવ્યું હતું.

આ હડતાલમાં ઈન્ટક, એટક, એચએમએસ, સીટૂ, એઆઈયૂટીયૂસી, ટીયૂસીસી, સેવા, એઆઈસીસીટીયૂ, એલપીએફ અને યૂટીયૂસી પણ સામેલ છે. પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંબંધિત ભારતીય મજદૂર સંઘ હડતાલમાં સામેલ થઈ રહ્યું નથી. અમરજીત કૌરે કહ્યું છે કે સરકાર રોજગાર પેદા કરવામાં નિષ્ફળ રહી છે. સરકારે શ્રમિક સંગઠનોની બાર સૂત્રીય માગણીને પણ માની નથી. શ્રમ મામલાઓ પર નાણાં પ્રધાન અરુણ જેટલીની અધ્યક્ષતામાં બનેલા ગ્રુપ ઓફ મિનિસ્ટર્સે બીજી સપ્ટેમ્બરની હડતાલ બાદ શ્રમિક સંગઠનોને ચર્ચા માટે બોલાવવામાં આવ્યા નથી. તેને કારણે તેમની પાસે હડતાલ સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી.

શ્રમિક સંઘોએ ટ્રેડ યુનિયન અધિનિયમ-1926માં પ્રસ્તાવિત સંશોધનોનો પણ વિરોધ કર્યો છે. આઈડીબીઆઈ બેન્ક અને બેન્ક ઓફ બરોડાએ બોમ્બે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું છે કે ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પલોઈઝ એસોસિએશન અને બેન્ક એમ્પલોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ આઠમી અને નવમી જાન્યુઆરીએ રાષ્ટ્રવ્યાપી હડતાલ બાબતે ઈન્ડિયન બેન્ક એસોસિએશનને સૂચિત કરવામાં આવ્યું છે.

પૂર્વોત્તર ક્ષેત્રના ઘણાં છાત્રસંઘોએ પ્રસ્તાવિત નાગરિકતા સંશોધન વિધેયક-2016 વિરુદ્ધ પ્રભાવશાળી વિદ્યાર્થી સંગઠનો તરફથી મંગળવારે બોલાવવામાં આવેલા બંધનું સમર્થન કર્યું છે. નોર્થ ઈસ્ટ સ્ટૂડેન્ટ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા અગિયાર કલાકના બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધના એલાનને મિઝો જિરલાઈ પવાલ, ઓલ અરુણાચલ પ્રદેશ સ્ટૂડન્ટ્સ યુનિયન, નગા સ્ટૂડેન્ટ્સ ફેડરેશન અને આસામ સ્ટૂડન્ટ્સ યૂનિયન દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.

એનઈએસઓના નેતાનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં નિવેદન આપ્યું હતું કે નાગરિકતા સંશોધન વિધેયક 2016ને સંસદમાં નજીકના ભવિષ્યમાં પારીત કરવામાં આવશે. આ નિવેદનને વખોડવા માટે બંધનું એલાન આપવામાં આવ્યું છે. વિધેયકને તાત્કાલિક પાછું કેંચવાની માગણી કરતા એએપીએસયૂના અધ્યક્ષ હાવા બગાંગે કહ્યુ છે કે જો બિલ પારીત થાય છે. તો તેમની પાસે તેમની મૂળ વસ્તીને બચાવવા માટે હથિયાર ઉઠાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બાકી રહેશે નહીં. નાગરિકતા વિધેયક – 1955માં સંશોધન કરવા માટે નાગરિકતા વિધેયક – 2016ને લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. સંશોધિત વિધેયક પારીત થયા બાદ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી ધાર્મિક અત્યાચારને કારણે ભાગીને 31 ડિસેમ્બર-2014 સુધીમાં ભારતમાં પ્રવેશ કરનારા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મના લોકોને નાગરિકતા પ્રદાન કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular