Friday, April 19, 2024
Homeસિડની: રોહિતની સદી પાણીમાં ,ઓસ્ટ્રેલિયાએ ભારતને 34 રને હરાવ્યું
Array

સિડની: રોહિતની સદી પાણીમાં ,ઓસ્ટ્રેલિયાએ ભારતને 34 રને હરાવ્યું

- Advertisement -

સિડની: ભારત સામે સિડનીમાં રમાયેલી ત્રીજી વન ડેમાં ઓસ્ટ્રેલિયાએ 34 રને જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયા ટીમ તરફથી અપાયેલા 289 રનનાં લક્ષ્યાંક સામે ભારતે 50 ઓવરમાં 254 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ સૌથી વધુ 133 રન બનાવ્યા હતા, પરંતુ તેની સદી પર પાણી ફરી વળ્યુ હતુ અને ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિતે કેરિયરની 22મી સદી ફટકારી હતી. આ મામલામાં તેમણે સૌરવ ગાંગુલીની 22 સદીની સરખામણી કરી લીધી હતી.

જેસન બેહરેનડોર્ફે શેખર ધવનને એલબીડબલ્યુ કરીને ભારતને પહેલી જ ઓવરમાં પહેલો ફટકો આપી દીધો હતો. શેખર 0 રન પર આઉટ થયો હતો. જેમાં ભારતનો સ્કોર-1/1 રહ્યો હતો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ માર્કસ સ્ટોઈનિસને કેચ આપી 3 રને આઉટ થઈ ભારતને બીજો ફટકો આપ્યો છે. આ સાથે જ અંબિત રાયડુ પણ એલબીડબલ્યુ પર આઉટ થયો હતો.

ધોનીએ ભારત માટે વનડેમાં 10 હજાર રન પૂરા કર્યા

ભારતના પૂર્વ કેપ્ટ્ન મહેન્દ્રસિંહ ધોનીએ ઓસ્ટ્રેલિયા સામે એક રન કરી ભારત માટે 10 હજાર બનાવનારપાંચમો બેટ્સમેન બન્યો હતો. ધોનીએ 333મી વનડેમાં આ માઈલસ્ટોન એચિવ કર્યો હતો. ધોનીએ ભારત સિવાય એશિયા 11 માટે 174 રન કર્યા હતા. જેને બાદ કરતા આજે પહેલો સિંગલ લઈને 10174 ઇન્ટરનેશનલ રન કરી ભારત માટે 10 હજાર રન પૂરા કર્યા હતા.

ધોની નોટઆઉટ હોવા છતા એલબીડબલ્યુ આઉટ અપાયો

જેસન બેહરેનડોર્ફેનો બોલ લેગ સ્ટમ્પની બહાર પીચ થયો હતો પણ એમ્પાયર માઈકલ ગોગે ધોનીને એલબીડબ્લ્યૂ આઉટ આપ્યો હતો. અંબાતી રાયડુ પછી એલબીડબલ્યુનો આ સિલસિલો યથાવત રહ્યો હતો. જેથી ધોનીને પણ તેનો ભોગ બની પલેવિયન પર ફરવાનો વારો આવ્યો હતો.

વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન

ખેલાડી ઈનિંગ્સ સદી
સચિન તેંડુલકર 70 09
રોહિત શર્મા 29 07
ડેસમન્ડ હેઇન્સ 65 06
વિરાટ કોહલી 27 05

 

ભારત માટે 10,000 રન કરનાર ખેલાડી

રન ખેલાડી
18426 સચિન તેંડુલકર
11221 સૌરવ ગાંગુલી
10768 રાહુલ દ્રવિડ
10235 વિરાટ કોહલી
10000 એમ એસ ધોની

 

ફિંચ બન્યા ભુવનેશ્વરના વનડે 100ના શિકાર

ભુવનેશ્વર કુમારે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચને ત્રીજી ઓવરમાં આઉટ કરી દીધા હતા. આ વિકેટ સાથે તેણે વનડેમાં તેની 100 વિકેટ પૂરી કરી હતી. તેઓ વનડેમાં 100 વિકેટ લેનાર 19માં ભારતીય બોલર હતી. તેઓ ભારત તરફથી 100 વિકેટ લેનાર 13માં ફાસ્ટ બોલર હતા. જોકે તે માટે તેમણે 96 વનડે રમી છે. તે સૌથી વધારે મેચ રમીને આ આંક સુધી પહોંચનાર પાંચમાં ભારતીય છે.

બે સિરીઝ પછી ધોની પરત ફર્યો, બેહરેનડોર્ફે ડેબ્યૂ કર્યું

ભારત વિરુદ્ધ પહેલી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલાં બેટિંગનો નિર્ણ કર્યો હતો. તે માટે ફાસ્ટ બોલર જેસન બેહરેનડોર્ફે ડેબ્યૂ કર્યું છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી-20 ટીમમાંથી બહાર કરવામાં આવેલા મહેન્દ્ર સિંહ ધોની ટીમમાં પરત ફર્યો છે. ગયા વર્ષે તેણે 20 વનડેમાં 25ની એવરેજથી માત્ર 275 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો મહત્તમ સ્કોર 42 રન રહ્યો હતો.

100 વિકેટ માટે સૌથી વધારે વનડે રમનાર ભારતીય ખેલાડી

બોલર મેચ
સૌરવ ગાંગુલી 308
સચિન તેડુંલકર 268
યુવરાજ સિંહ 266
રવિશાસ્ત્રી 100
ભુવનેશ્વર કુમાર 96
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular