Tuesday, December 7, 2021
Homeસિડની વનડે: પહેલી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 289 રનનું લક્ષ્ય આપ્યુ, સ્કોર- 288/5
Array

સિડની વનડે: પહેલી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 289 રનનું લક્ષ્ય આપ્યુ, સ્કોર- 288/5

સિડની: ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચેની 3 વનડે સિરીઝમાંથી પહેલી વનડે સિરીઝ આજે સિડનીમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલો બેટિંગનો નિર્ણય કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 288 રન બનાવ્યા છે. ભુવનેશ્વર કુમારે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એપોન ફિંચને ત્રીજી ઓવરમાં જ આઉટ કરી 100 વિકેટનો રેકોર્ડ પણ પૂરો કર્યો હતો.

ફિંચ બન્યા ભુવનેશ્વરના વનડે 100ના શિકાર

ભુવનેશ્વર કુમારે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચને ત્રીજી ઓવરમાં આઉટ કરી દીધા છે. આ વિકેટ સાથે તેણે વનડેમાં તેની 100 વિકેટ પૂરી કરી છે. તેઓ વનડેમાં 100 વિકેટ લેનાર 19માં ભારતીય બોલર છે. તેઓ ભારત તરફથી 100 વિકેટ લેનાર 13માં ફાસ્ટ બોલર છે. જોકે તે માટે તેમણે 96 વનડે રમી છે. તે સૌથી વધારે મેચ રમીને આ આંક સુધી પહોંચનાર પાંચમાં ભારતીય છે.

બે રિસીઝ પછી ધોની પરત ફર્યો, બેહરેનડોર્ફે ડેબ્યૂ કર્યું

ભારત વિરુદ્ધ પહેલી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલાં બેટિંગનો નિર્ણ કર્યો હતો. તે માટે ફાસ્ટ બોલર જેસન બેહરેનડોર્ફે ડેબ્યૂ કર્યું છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી-20 ટીમમાંથી બહાર કરવામાં આવેલા મહેન્દ્ર સિંહ ધોની ટીમમાં પરત ફર્યો છે. ગયા વર્ષે તેણે 20 વનડેમાં 25ની એવરેજથી માત્ર 275 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો મહત્તમ સ્કોર 42 રન રહ્યો હતો.

100 વિકેટ માટે સૌથી વધારે વનડે રમનાર ભારતીય ખેલાડી

બોલર મેચ
સૌરવ ગાંગુલી 308
સચિન તેડુંલકર 268
યુવરાજ સિંહ 266
રવિશાસ્ત્રી 100
ભુવનેશ્વર કુમાર 96
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments