Tuesday, December 7, 2021
Homeસિડની: 22 વનડે પછી ધોની અડધી સદી ફટકારીને આઉટ, સ્કોર-144/4
Array

સિડની: 22 વનડે પછી ધોની અડધી સદી ફટકારીને આઉટ, સ્કોર-144/4

સિડની: ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચેની 3 વનડે સિરીઝમાંથી પહેલી વનડે સિરીઝ આજે સિડનીમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલો બેટિંગ ભારતને 289 રનનું લક્ષ્યાંક આપ્યુ હતુ. ઓસ્ટ્રેલિયા તરફથી પીટર હૈડ્સકોમ્બે સૌથી વધુ 73 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ઉસ્માન ખ્વાજાએ 59 અને શોન માર્શે 54 રનની ઈનિંગ રમી હતી. ભારતે 32 ઓવરમાં 04 વિકેટ ગુમાવીને 141 રન બનાવ્યા છે. હાલ રોહિત શર્મા 75 રને અને દિનેશ કાર્તિક 01 રને મેદાનમાં છે.

જેસન બેહરેનડોર્ફે શેખર ધવનને એલબીડબલ્યુ કરીને ભારતને પહેલી જ ઓવરમાં પહેલો ફટકો આપી દીધો હતો. શેખર 0 રન પર આઉટ થયો હતો. જેમાં ભારતનો સ્કોર-1/1 રહ્યો હતો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ માર્કસ સ્ટોઈનિસને કેચ આપી 3 રને આઉટ થઈ ભારતને બીજો ફટકો આપ્યો છે. આ સાથે જ અંબિત રાયડુ પણ એલબીડબલ્યુ પર આઉટ થયો હતો.

ભારતના પૂર્વ કેપ્ટ્ન મહેન્દ્રસિંહ ધોનીએ ઓસ્ટ્રેલિયા સામે એક રન કરી ભારત માટે 10 હજાર બનાવનારપાંચમો બેટ્સમેન બન્યો છે. ધોનીએ 333મી વનડેમાં આ માઈલસ્ટોન એચિવ કર્યો છે. ધોનીએ ભારત સિવાય એશિયા 11 માટે 174 રન કર્યા હતા. જેને બાદ કરતા આજે પહેલો સિંગલ લઈને 10175 ઇન્ટરનેશનલ રન કરી ભારત માટે 10 હજાર રન પૂરા કર્યા હતા.

ભારત માટે 10,000 રન કરનાર ખેલાડી

રન ખેલાડી
18426 સચિન તેંડુલકર
11221 સૌરવ ગાંગુલી
10768 રાહુલ દ્રવિડ
10235 વિરાટ કોહલી
10000 એમ એસ ધોની
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments