Wednesday, September 28, 2022
Homeસિદ્ધુના સમર્થનમાં આ શું બોલી ગયો કપિલ શર્મા? શૉમાંથી હકાલપટ્ટી અંગે કર્યો...
Array

સિદ્ધુના સમર્થનમાં આ શું બોલી ગયો કપિલ શર્મા? શૉમાંથી હકાલપટ્ટી અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો

- Advertisement -

પુલવામા આંતકી હુમલામાં વિવાદીત નિવેદન આપવું નવજોત સિંહ સિદ્ધુને ભારે પડી ગયું છે. દેશભરમાં તેમની આલોચના થઇ રહી છે. તેમના નિવેદન બાદ તેમને કપિલ શર્મા શૉમાંથી પણ હાંકી કાઢવામાં આવ્યાં છે. તાજેતરમાં જ હવે કપિલે પણ આ મુદ્દે મૌન તોડ્યું છે. કપિલે આ અંગે જણાવ્યું કે નવજોત સિંહ સિદ્ધુને શૉમાંથી બહાર કરવામાં નથી આવ્યા.

કપિલે ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, નવજોત સિંહ સિદ્ધુ પોતાના રાજકીય કામના કારણે વ્યસ્ત હતાં. જેના કારણે અર્ચના પુરણ સિંહને લાવવામાં આવી હતી. જો કે આ કોઇ મોટી વાત નથી. હોઇ શકે છે કે કેટલાંક લોકો સોશિયલ મીડિયા પર પ્રોપગેન્ડા ચલાવી રહ્યાં હોય. મને એવું લાગે છે કે નવજોત સિંહ સિદ્ધુને શૉમાંથી બહાર કરવા કોઇ ઉપાય નથી. બંને દેશ જે સમસ્યા સામે ઝઝૂમી રહ્યાં છે તેનું કોઇ ચોક્કસ નિવારણ લાવવું જોઇએ.

આ ઉપરાંત કપિલે તેમ પણ જણાવ્યું કે આ બધી નાની-નાની વાતો છે, તેને બૅન કરી દો, તેને હટાવી દો. જો સિદ્ધુજીને શૉમાંથી બહાર કરવાથી આ સમસ્યાનું નિવારણ આવતું હોત તો તે પોતે એટલા સમજદાર છે કે પોતે જ ચાલ્યાં ગયાં હોત. હેશટેગ ચલાવી દે છે, બૉયકૉટ સિદ્ધુ અથવા બૉયકૉટ કપિલ શર્મા શૉ. મને લાગે છે કે મુદ્દાની વાત કરો અને જો હકીકતમાં સમસ્યા હોય તો તેના પર ફોકસ કરો. અહીં-તહીં ન ભટકો. તમે લોકો યુથનું ધ્યાન ડાયવર્ટ કરી રહ્યાં છો જેથી આપણે અસલી મુદ્દા પરથી હટી જઇએ.

પુલવામામાં થયેલા આતંકી હુમલા પર કપિલે કહ્યું કે અમે આ મામલે સરકારની સાથે છીએ પરંતુ હાલ આપણે સ્થાયી સમાધાન લાવવાનું છે. પુલવામામાં આપણા જવાનો પર જે રીતે કાયરતાપૂર્ણ હુમલો થયો છે તે બાદ આપણે અસલી દોષીને છોડવા ન જોઇએ.

 

જણાવી દઇએ કે પુલવામા હુમલા બાદ એક નિવેદનના કારણે નવજોત સિંહ સિદ્ધુની સખત આલોચના થઇ રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેણે ધ કપિલ શર્મા શૉમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. આવું પ્રશંસકો દ્વારા સોશિયલ મીડિયા પર ચલાવવામાં આવેલા અભિયાન બાદ થયું હતુ. હવે પૂર્વ ક્રિકેટર અને પંજાબના મંત્રી સિદ્ધુએ શૉમાંથી બહાર થવાના બીજા જ કારણો જણાવ્યાં છે.

એક વાતચીતમાં નવજોતે કહ્યું કે, હું મારી રાજકીય જવાબદારીઓ નિભાવવાના કારણે કપિલ શર્માના કેટલાંક શુટનો હિસ્સો બની શકતો ન હતો. મારે વિધાનસભાની કાર્યવાહીમાં સામેલ થવાનું હતું જેના કારણે હું શુટિંગ ન કરી શક્યો, તેના પગલે તેમણે બે એપિસોડ માટે મારો રિપ્લેસમેન્ટ શોધી કાઢ્યો. મને શોમાંથી હટાવવા અંગે ચેનલ તરફથી કોઇ ટર્મિનેશન લેટર નથી મળ્યો.

પુલવામામાં સીઆરપીએફ પર થયેલા હુમલામાં 40 જવાનો શહીદ થવા પર નવજોત સિંહ સિદ્ધુએ આપેલુ એક નિવેદન તેમની પર જ ભારે પડી ગયુ છે. પુલવામાં હુમલા પર સિદ્ધુએ કહ્યુ હતુ કે, આતંકવાદીઓનો કોઇ દેશ નથી હોતો. તેમણે મુઠ્ઠીભર લોકો માટે પૂરા દેશને જવાબદાર કેવી રીતે ગણી શકાય પ્રકારના નિવેદન આપ્યા હતા. જેના પગલે સિદ્ધુની હકાલપટ્ટી કરાઇ હતી તેવી ખબર મળી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular