Tuesday, September 28, 2021
Homeસિદ્વુનું પીએમ મોદી પર નિશાન, કહ્યું- જેઓને આપણે ગળામાં પહેરવાનો હાર સમજતા...
Array

સિદ્વુનું પીએમ મોદી પર નિશાન, કહ્યું- જેઓને આપણે ગળામાં પહેરવાનો હાર સમજતા હતા, તે હવે ઝેરી નાગ બની ગયા છે

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુએ રોજગાર મુદ્દે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. સિદ્ધુએ પીએમ મોદીનો જૂનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં પીએમ મોદી રોજગારના મુદ્દાઓ પર વાત કરતા જોવા મળી રહ્યાં છે. જેમા તેઓ કહી રહ્યાં છે કે, રોજગાર તમને તમારા વિસ્તારમાં મળવો જોઈએ. દરેક ગામ, ગલી મોહલ્લામાં રોજગાર નો અવસર પેદા થાય. યુવા તેમના જ વિસ્તારમાં રોજગાર મેળવે, જેથી સાંજે તેઓ તેમના માતા પિતા સાથે બેસી શકે. તેમના સુખ દુઃખની વાતો કરી શકે. સિદ્ધુએ આ વીડિયો ટ્વીટ કરતા લખ્યું કે, જેને અમે ગળાને સજાવવા વાળો હાર સમજતા હતા, તે જ હવે ઝેરી નાગ બનીને બેઠો છે.

મહેરબાની કરીને આ વખતે વડાપ્રધાનને જ પસંદ કરજો- નવજોતસિહ સિદ્વુ

નવજોતસિંહ સિદ્ધુએ વધુ એક વીડિયો દ્વારા પીએમ મોદીને ઘેર્યા હતા. સિદ્ધુએ લખ્યું કે, આંધળાઓના બજારમાં અરીસા ના પણ ખરીદદાર હોય છે, અમે પણ ચોકીદાર છીએ. તેમણે વધુમાં લખ્યું તમે મહેરબાની કરીને આ વખતે વડાપ્રધાન ને જ પસંદ કરજો, ચોકીદાર તો આપણે નેપાળથી પણ લઈ આવશું. નવજોતસિંહ સિદ્વુ સતત મોદી પર પ્રહારો કરે છે.

થોડા દિવસો પહેલા જ નવજોતસિહ સિદ્વુએ મોદી પર નિશાન સાધતા કહ્યું હતુ કે, 2019 લોકસભા ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે. પરંતુ કોઈ ભાજપ નેતા હજુ સુધી વિકાસના મુદ્દાઓ પર વાત કરી રહ્યો નથી.જે ઘણી દુઃખ ની વાત છે. ત્યારબાદ વધુમાં કહ્યું કે, બેરોજગારી, ખેડૂતોની આત્મહત્યા, રાફેલ વગેરે મુદ્દાઓથી ધ્યાન ન ભટકાવશો. નવજોતસિંહ સિદ્વુએ કહ્યું  – જનતા ને અંતરિક્ષ માં ન ફેરવો, તેમને જમીન પર પાછા લાવી દો, સાચા મુદ્દાઓ થી ભટકાવશો  નહીં. સિદ્વુએ પીએમ મોદીના 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન કરેલા જુના ટ્વીટ પર પ્રહારો કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments