Tuesday, December 7, 2021
Homeસિનિયોરિટી બાબતે બોડેલી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું
Array

સિનિયોરિટી બાબતે બોડેલી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું

છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી તાલુકાના શિક્ષકો દ્વારા 1997 થી આજદિન સુધી સળંગ સિનિયોરિટી બાબતે મામલતદાર કચેરી એ  આવેદન આપ્યું હતું ગુજરાતમાં 1997 થી આજદિન સુધી થયેલ બાલગુરુ અને વિદ્યાસહાયક શિક્ષકોની ભરતી ફિક્સ પગારમાં  કરવામાં આવેલ હતી. જેમાં 5 વર્ષ માટે ફિક્સ પગારમાં નોકરીમાં રાખવામાં આવેલ હતા. બાલગુરુ કે  વિદ્યાસહાયક તરીકે નોકરીમાં લાગેલ શિક્ષકોની નોકરીના વર્ષો સળંગ સિનિયોરિટીમાં ગણવામાં આવતા નથી.જેના કારણે શિક્ષકોને મળવાપાત્ર ઉચ્ચત્તરના લાભો પુરા પગાર થાય બાદ 9 , 20 ,31 વર્ષે મળે છે.જે ખરેખર અન્યાય કરતા છે.સાથે સરકાર દ્વારા 2006 પછી ભરતીવાડાને ફિક્સ પગારની નીતિ અંતર્ગત સળંગ સિનિયોરિટીનો લાભ મળશે એવો  પરિપત્ર કરેલ છે. જેના પણ અમલીકરનો પત્ર થતો નથી.એક તરફ 2006 પછીનાને સળંગ સિનિયોરિટી ગણાવી અને તે પહેલાંની ભરતી વાળાને સળંગ સિનિયોરિટી ન ગણાવી. આ વિસંગતતા ફિકસ પગારમાં નોકરી કરેલ શિક્ષકો માટે અન્યાય કરતા છે અને સમાન કામ સમાન વેતનના સિદ્ધાંત વિરુદ્ધ છે. સાથે બોડેલી તાલુકામાં યોજાયેલ ગત ગ્રામપંચાયતની માંકણી , ઓરવાળા , રાજનગર , બાંગપુરા નું ચૂંટણી ભથ્થુ , તાલુકા જિલ્લા પંચાયતના ઇલેકશનનું ARO ભથ્થુ અને 137 વિધાનસભામાં ગયેલ બોડેલી તાલુકાના શિક્ષકોનું ચૂંટણી મહેનતાણું આજદિન સુધી મળેલ નથી.જે શિક્ષકના હકનું મહેનતાનું વહેલી તકે મળે તે માટે  પણ રજુઆત કરવામાં આવી હતી મધ્યાહન ભોજન એન્ટ્રી બાબતે પણ આચાર્યોથી નેટવર્ક કે અન્ય કોઈ જેન્યુઅન કારણસર એન્ટ્રી ન થાય તો આચાર્યને જવાબદાર ગણી તેમને નોટિસ અને કપાત પગારીના આદેશ કરવામાં આવે છે.

 બાઈટ સંદીપ જયસ્વાલ – પ્રમુખ બોડેલી તાલુકા પ્રાથમિક  શિક્ષક સંઘ  
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments