Thursday, October 21, 2021
Homeસિસ્કો કંપનીના પૂર્વ ડાયરેક્ટર પૃથ્વીરાજની રૂ.66 કરોડના ફ્રોડના આરોપમાં ધરપકડ
Array

સિસ્કો કંપનીના પૂર્વ ડાયરેક્ટર પૃથ્વીરાજની રૂ.66 કરોડના ફ્રોડના આરોપમાં ધરપકડ

સાન ફ્રાન્સિસ્કોઃ ટેક્નોલોજી કંપની સિસ્કો સિસ્ટમ્સના પૂર્વ ડાયરેક્ટર પૃથ્વીરાજ આર ભીખાની અમેરિકામાં 1 માર્ચે ધરપકડ થઈ હતી. મંગળવારે તેને 30 લાખ ડોલરના બોન્ડ પર જામીન મળ્યા હતા. ભારતીય મૂળના ભીખા પર શેલ કંપની(માત્ર કાગળ પર અસતિત્વ ધરાવતી કંપીઓ) દ્વારા 93 લાખ ડોલર(66 કરોડ રૂપિયા)ની છેતરપિંડી કરવાનો આરોપ છે.

ભીખા 2017ના મધ્ય સુધી સિસ્કોના ગ્લોબલ સપ્લાઈ યુનિટના ડાયરેક્ટર હતા. અમેરિકાની તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન(એફબીઆઈ)ના જણાવ્યા પ્રમાણે ભીખાએ બીજા દેશોમાં નકલી કંપનીઓ બનાવીને સિસ્કો સાથે છેતરપિંડી કરી હતી.
આરોપ છે કે ભીખાએ સિસ્કો તરફથી થર્ડ પાર્ટી વેન્ડર સાથે વાતચીત કરવા માટે શેલ કંપનીઓ બનાવી હતી. તેમણે આ કંપનીઓને 66 કરોડ રૂપિયાની ચૂકવણી કરાવી હતી. તેમાંથી મોટો ભાગની રકમ બાદમાં ભીખા અને તેની પત્નીના ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.
સિસ્કોના કર્મચારીઓને જયારે બહારની કંપનીઓ પર શક ગયો તો ભીખા અને તેના એક સહકર્મચારીએ નકલી દસ્તાવેજ તૈયાર કરી લીધા. આ લોકોએ સિસ્કોની સાથે મિટિંગ માટે એક નકલી સીઈઓ પણ બનાવી દીધો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments