સીએએ કાયદો દેશવિરોધી નથી : વિજય રૂપાણી

0
17

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું એકદિવસીય વીશેષ સત્ર મળવા પામી રહ્યુ છે. આ સત્ર મળે તે પહેલા જ વિજયભાઈ રૂપાણીએકહ્યુ હતુ કે, આજ રોજ વિશેષ સત્ર મળી રહ્યુ છે તેમાં સીએએના કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવશે. તેઓએ કહ્યુ કે, સીએએ પ્રજા વિરોધી નથી.

આ ઉપરાંત અનામતને જે વધુ દસ વર્ષનું એકસટેન્સ કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવ પારિત કરાયો છે તેને સમર્થન આપવા તથાસીએએ માટે પીએમઅને ગૃહમંત્રીને અભિનંદન આપતો પ્રસ્તાવ પસાર કરવામાં આવશે તેવુ વિજયભાઈ રૂપાણીએ કહયુ હતુ. તો વળી બીજીતરફ આજ રાજે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સીએએના વિરોધ સાથે વિધાનસભા પહોંચી અને આ કાયદાને ભારતીય નાગરીક વિરોધી ગણાવ્યો હતો અને આજે કોંગ્રેસ પોતાનુ વલણ ગૃહમાં કેવુ રાખશે તે પણ દેખાડી દીધુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here