Friday, December 3, 2021
Homeસીડીકાંડ દબાવવા ભાનુશાળીની હત્યાની તપાસ સ્ક્રિપ્ટ મુજબ જ ચાલે છે? ઘણા સવાલો...
Array

સીડીકાંડ દબાવવા ભાનુશાળીની હત્યાની તપાસ સ્ક્રિપ્ટ મુજબ જ ચાલે છે? ઘણા સવાલો અનુત્તર

અમદાવાદઃભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યાના કેસમાં SITની તપાસનો ડ્રામા સ્ક્રિપ્ટ મુજબ જ આગળ વધી રહ્યો તેમ લાગે છે. 24 જાન્યુઆરીએ SITએ કહ્યું હતું કે, જયંતીભાઈના સ્વજનોએ FIRમાં ભીતિ વ્યક્ત કર્યા મુજબ જ છબીલ પટેલ,મનિષા ગોસ્વામી અને સુરજીત‘ભાઉ’એ હત્યાનું કાવતરૂં ઘડી પૂણેના બે શૂટર શશિકાંત કાંબલે-અશરફ શેખ સહિત પાંચ લોકોને ‘સોપારી’ આપી હતી. જ્યારે 24 દિવસ પછી 17 ફેબ્રુઆરીએ ‘પત્રકાર પરિષદ’માં છબીલ પટેલે સોપારી આપી હોવાનો ખુલાસો કર્યો હતો. એક ચર્ચા મુજબ, SIT સેક્સ સીડીકાંડ પર પડદો પાડવા મનિષાને ક્લિનચીટ આપવા તરફ આગળ વધી રહી છે. આમ હવે આ કેસમાં માત્ર છબીલ જ મુખ્ય સૂત્રધાર રહી જાય એવી પ્રબળ સંભાવનાઓ છે.

જયંતી ભાનુશાળીના ફોનમાં રાજકારણીઓની સેક્સ લીલાની ક્લિપિંગો હોવાનું અને તે મોબાઈલ ફોન હત્યારાઓ લઈ ફરાર થઈ ગયા હતા. શાર્પશૂટરોને સીટે ઝડપી લીધા પણ તેઓ પાસેથી મોબાઈલ ફોન ન મળ્યાનો દાવો કર્યો છે. બીજી તરફ પોલીસબેડામાં એવી ચર્ચા છે કે, તપાસ અધિકારીઓએ આરોપીઓ પાસેથી સેક્સલીલાની ક્લિપિંગ્સ મેળવી સગેવગે કરી નાંખી છે. શશિકાંત અને અશરફ દસ દિવસ પહેલા જ ઝડપાઈ ગયાનું પૂણે પોલીસ કહે છે. જો કે આ આરોપીઓ પાસેથી સેક્સકાંડની ટેપો મેળવી તેને સગેવગે કર્યા બાદ જ સીટે આરોપીઓની ધરપકડ શનિવારે રેકોર્ડ પર દર્શાવી હોવાની પોલીસબેડામાં ચર્ચા ચાલે છે.

તપાસની શરૂઆતમાં સયાજીનગરીમાં મુસાફરી દરમિયાન ભાનુશાળી પાસે રહેલો મોબાઈલ હત્યારાઓ લઈ ગયા હોવાની વાત સામે આવી હતી. તેમજ હત્યારા માની રહ્યા હતા કે ભાનુશાળી પાસે એક જ ફોન છે, પરંતુ હત્યા બાદ રેલવે કોચમાં પહોંચેલી પોલીસને ભાનુશાળીનો એક ફોન મળ્યો હતો. આ ફોનમાં રહેલી તમામ વિગતો અને વીડિયો પોલીસે જોયા બાદ અંદાજ આવી ગયો હતો કે ભાનુશાળીના મોતનું કારણ આ વીડિયો જ બન્યા હોય શકે. આશ્ચર્યની વાત તો એ છે કે, પોલીસ ભાનુશાળી પાસે રહેલા મોબાઈલ અંગે ફોડ પાડતી નથી અને તેને કારણે જ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ મોબાઈલમાં જ અનેક નેતાઓની સેક્સલીલા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments