સીતારામણે : બજેટ અંગેના સૂચનો પર પોતે ધ્યાન આપું છું, આ અમારા માટે મહત્વપૂર્ણ

0
29

નવી દિલ્હીઃ NDA સરકારે તેમના બીજા કાર્યકાળનું બજેટ આગામી મહિને 5 જૂલાઈએ રજૂ કરશે. આ અવસરે દેશના નવા નાણા મંત્રી નિર્મલા સીતારામણે ગુરુવારે ટ્વીટ કરીને કહ્યું કે, તેઓ ઓનલાઈન મળેલા સલાહ, સૂચનોનું સ્વાગત કરે છે. તેમની ટીમ દરેક સૂચનનું વિશ્લેષણ કરે છે.

સીતારામણે ટ્વીટમાં કહ્યું કે, પ્રિંટ, ઈલેક્ટ્રોનિક અને સોશયલ મીડિયાના આધારે મળેલા વિદ્ધાનો, અર્થશાસ્ત્રીઓ અને સમર્થકોના વિચારો અને સૂચનો માટે આભાર. હું આમાથી મોટા ભાગના સૂચનો જાતે વાંચુ છું. સાથે જ મારી ટીમ પણ આ સૂચનો પર નજર રાખે છે. તેનું ઘણું મહત્વ છે. બજેટ માટે સલાહ સૂચનો આવતા રહેવા જોઈએ.

જેટલીના રિટાર્યડમેન્ટ બાદ મળી જવાબદારીઃ ગત સરકારમાં નાણા મંત્રી રહી ચુકેલા અરુણ જેટલીના રિટાર્યડમેન્ટની જાહેરાત બાદ NDA-2માં સીતારામણવે આ જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ તેમને કોર્પોરેટ અફેર્સ મંત્રાલય પણ સોંપવામાં આવ્યું છે. આ પહેલા NDA-1માં તેમણે રક્ષા મંત્રીનું પદ સંભાળ્યું હતું. સીતારામણે 30મેના રોજ નાણામંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો હતો.

6 કેબિનેટ કમિટિઓમાં સીતારામણને સ્થાનઃ બુધવારે સરકારે અર્થવ્યવસ્થા અને બેરોજગારી જેવા મુદ્દાઓ અંગે આઠ કેબિનેટ કમિટિઓની પુનઃરચના કરી છે. જેમાંથી 6 કેબિનેટ કમિટિઓમાં સીતારામણ પણ સામેલ છે. કેબિનેટ કમિટિ ઓન ઈન્વેસ્ટમેંટ એન્ડ ગ્રોથ, કેબિનેટ કમિટિ ઓન એમ્પ્લોયમેન્ટ એન્ડ સ્કિલ ડેવલેપમેન્ટ અને કેબિનેટ ઓન સિક્યોરીટીમાં તેમની ભાગીદારી મહત્વની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here