સીફાયરથી સીરામીક એકમ ચલાવવા પર એનજીટીનો પ્રતિબંધ, મોરબીની 500થી વધુ ફેક્ટરી બંધ થશે

0
32

મોરબી: મોરબીમાં વધી રહેલા હવા અને ભૂગર્ભ જળનાં પ્રદુષણ સામે થયેલી ફરિયાદનો 2017થી નેશનલ ગ્રીન ટ્યુબ્યુનલમાં કેસ ચાલતો જે અંગે એનજીટીએ તમામ પ્રકારના ગેસીફાયર આધારીત સીરામીક ચલાવવા પર પ્રતિબંધ મુક્યો હતો. ગ્રીન ટ્યુબ્યુનલનાં આદેશને પગલે સીરામીક ઉદ્યોગમાં હડકંપ મચી ગયો હતો. આ નિર્ણયથી 500 જેટલી ફેક્ટરીઓ બંધ થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

આદેશને પગલે ઉદ્યોગકારોએ તત્કાલિક બેઠક યોજી

એનજીટીએ આદેશ આપી તાત્કાલિક અસરથી જીપીસીબી તેનો અમલ કરે અને બંધ કરવામાં આવે અને આદેશનું પાલન ન કરનારા સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. હાલ આદેશને પગલે ઉદ્યોગકારોએ તત્કાલિક બેઠક યોજી હતી અને આ અંગે કોઈ ઉકેલ આવે તે અંગે ચર્ચા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ મોરબીમાં એ, બી, ડી એમ ચાર પ્રકારના કોલગેસ ચાલી રહી છે. જો કે આગામી સમયમાં આ અંગે સીરામીક ઉદ્યોગકારો માટે મુશ્કેલીના વાદળો છવાઇ શકે છે.
અમને હજુ લેખિત ઓર્ડર મળ્યો નથી બાદમાં કાર્યવાહી કરાશે
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનાં આદેશ અંગે જાણકારી મળી છે. જો કે અમને હજુ લેખિત આદેશ મળ્યો નથી. લેખિત આદેશ મળ્યા બાદ જીપીસીબી દ્વારા આ અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે.-નૈમીષ કાપડિયા, ઇન્ચાર્જ અધિકારી-જીપીસીબી
ઉદ્યોગકારો સાથે બેઠક યોજી છે, યોગ્ય નિર્ણય લેશું
હાલ એનજીટી દ્વારા કોલગેસ આધારીત એકમ બંધ કરવા આદેશ આવ્યો છે. તેનાથી મોરબીના 500થી વધુ એકમ બંધ થઇ જશે. આ નિર્ણય અંગે શું કાર્યવાહી થઈ શકે તે હેતુથી ઉદ્યોગકારો સાથે મિટિંગ યોજી છે, મિટિંગ બાદ નિર્ણય લેશું.-નીલેશ જેતપરિયા, પ્રમુખ સીરામીક એસોસિએશન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here