સીબીઆઈની કાર્યવાહી : GVK ગ્રુપના ચેરમેન અને તેમના પુત્રની વિરુદ્ધ કેસ નોંધાયો,

0
3

CBIની કાર્યવાહી. GVK ગ્રુપ ઓફ કંપનીના ચેરમેન જી વેંકટ કૃષ્ણા(GVK) રેડ્ડી અને તેમના પુત્ર જીવી સંજય રેડ્ડીની વિરુદ્ધ સીબીઆઈએ એફઆઈઆર નોંધાઈ છે. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના ડેવલોપમેન્ટમાં 705 કરોડ રૂપિયાના હેરફેરના આરોપમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. એફઆઈઆરમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓ અને કેટલાક બીજા લોકોના નામ પણ નોંધવામાં આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.

GVK એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(AAI) અને કેટલીક વિદેશી કંપનીઓએ જોઈન્ટ વેન્ચરમાં મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ(MIAL)ના નામથી કંપની બનાવી હતી. તેના 50.5 ટકાના શેર જીવીકેની પાસે અને 26 ટકા એએઆઈની પાસે છે. GVK રેડ્ડી જોઈન્ટ વેન્ચરના ચેરમેન અને જીવી સંજય રેડ્ડી એમડી છે.

GVK ગ્રુપ પર આરોપ- નકલી કોન્ટ્રાકટ બતાવીને કૌભાંડ કર્યું
એફઆઈઆરના જણાવ્યા મુજબ આરોપીઓએ 2012થી 2018ની વચ્ચે મુંબઈ એરપોર્ટના ડેવલેપમેન્ટના નામે ગોટાળો કર્યો હતો. GVK ગ્રુપે એમઆઈએએલના સરપ્લસ ફન્ડમાંથી 395 કરોડ રૂપિયા તેની જ બીજી કંપનીમાં લગાવ્યા હતા. MIAL મુંબઈ સ્થિત હોવા છતા સરપ્લસ ફન્ડને હૈદરાબાદની બેન્કોમાં રાખ્યું હતું. તેની હેરા-ફેરી માટે બોર્ડ મીટિંગનો નકલી પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો હતો. બીજા અને નકલી કોન્ટ્રાકટ બતાવીને 310 કરોડની હેરફેર કરવામાં આવી હતી.

MIAL વાર્ષિક રેવન્યુના 38.7 ટકા એએઆઈને આપે છે
AAI અને MIALની વચ્ચે 2006માં એગ્રીમેન્ટ થયો હતું કે મુંબઈ એરપોર્ટને MIAL ચલાવશે અને વાર્ષિક રેવન્યુના 38.7 ટકા AAIને ફીસ તરીકે આપશે. બાકીની રકમ એરપોર્ટ મોર્ડનાઈઝેશન, ઓપરેશન અને મેન્ટેનન્સમાં ખર્ચવામાં આવશે.