Tuesday, December 7, 2021
Homeસીરિયાના 4 કિમી વિસ્તારમાં અંતિમ લડાઇ લડતા ISISના સામ્રાજ્યનો અંત, શરણાગતિ ના...
Array

સીરિયાના 4 કિમી વિસ્તારમાં અંતિમ લડાઇ લડતા ISISના સામ્રાજ્યનો અંત, શરણાગતિ ના સંકેત

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇસ્ટર્ન સીરિયામાંથી ઇસ્લામિક સ્ટેટના અંતિમ જૂથને પ્રદેશમાંથી હાંકી કાઢવાના અને તેઓની શરણાગતિના સંકેતો અમેરિકન સૈન્યને મળી રહ્યા છે. સીરિયાના બઘોજ ગામમાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે જ્યાં પોતાને ઇસ્લામિક સ્ટેટ કહેતા આતંકવાદી સંગઠનનો કબજો છે. શુક્રવારે એક કાફલાએ ઇરાકની સીમા નજીક સીરિયાના બઘોજ ગામમાંથી સેંકડો પુરૂષો, મહિલાઓ અને બાળકોને બહાર કાઢવામાં આવ્યા. છેલ્લાં એક અઠવાડિયાથી સ્થાનિક નાગરિકોને પોતાની ઢાલ બનાવીને આ પ્રદેશ છોડવાનો ઇન્કાર કરતાં આતંકીઓ વિરૂદ્દ ઓપરેશન લૉન્ચ કરતા પહેલાં ગામમાંથી તમામ લોકોના બહાર નિકળવાની રાહ જોવાઇ રહી છે. યુએસ- સમર્થિત સૈન્ય નાગરિકોને ટ્રકો અને બસમાં બેસાડીને સુરક્ષિત બહાર લાવી રહ્યા છે. આ પગલું અમેરિકન-સમર્થિત એરસ્ટ્રાઇક્સના અમુક કલાકો બાદ લેવામાં આવ્યું છે. સીરિયાની યુફ્રેટિસ નદીમાં કબજો જમાવીને બેઠેલાં આતંકીઓ પર દબાણ વધારવા માટે અમેરિકન સમર્થિત સૈન્યએ એરસ્ટ્રાઇક્સ કરી હતી.

36 ટ્રકો અને 2 બસોમાં નાગરિકોને લાવવામાં આવ્યા
ઇરાકની બોર્ડર નજીક આવેલા બઘોજ ગામમાંથી 32 ટ્રકો અને 2 બસોમાં બેસાડીને કોરિડોર દ્વારા આ નાગિરકોના છેલ્લા જૂથને બહાર કાઢવામાં આવ્યું છે. નાગરિકોને યુએસ-સમર્થિત સીરિયન ડેમોક્રેટિક ફોર્સ (SDF)ના બંધૂકધારી જવાનોની આગેવાની હેઠળ એસ્કોર્ટ કરવામાં આવ્યા છે. જેવા કાફલા પસાર થાય તેના ખાસ દૂરના અંતરેથી મશીન ગન ફાયરિંગનો અવાજ સંભળાય છે અને એક એરક્રાફ્ટ આ કાફલાની ઉપરથી પસાર થઇ રહ્યું છે.
એક અઠવાડિયાથી વધુ સમયથી 300થી વધુ આતંકીઓ અને હજારો સામાન્ય નાગરિકો જે પ્રાથમિક અંદાજ મુજબ આ આતંકીઓના જ પરિવાર છે તેઓને બઘોજના કેમ્પમાં જ ઘેરાબંદી કરીને રાખવામાં આવ્યા હતા.
કુર્દિશ સમર્થિત SDFએ આ વિસ્તારને ચારેતરફથી ઘેરી લીધો હતો, પરંતુ આતંકીઓની સાથે સાથે આ વિસ્તારમાં નાગરિકો હોવાના કારણે કોઇ એક્શન લઇ શકે તેવી સ્થિતિમાં નહતા.
SDFના પ્રવક્તા મુસ્તફા બાલીએ કહ્યું કે, અમે આતંકીઓ પર સંયુક્ત એરસ્ટ્રાઇક્સ અને આતંરિક સંઘર્ષ કરીને શુક્રવારે દબાણ બનાવ્યું જેથી તેઓ નાગરિકોને બહાર કાઢવા માટે મજબૂર થઇ જાય.
બહાર કાઢવામાં આવેલા લોકોમાંથી આતંકી કોણ?
શુક્રવારથી બાઘોજ ગામમાંથી સેંકડો પુરૂષો, મહિલાઓ અને બાળકોને બહાર કાઢવામાં આવ્યા. એસડીએફ ગ્રૂપે કહ્યું કે, તેઓ ઇસ્લામિક સ્ટેટના લડાયકો વિરૂદ્ધ ઓપરેશન લૉન્ચ કરે તે પહેલાં તમામ નાગરિકોના બહાર નિકળવાની રાહ જોઇ રહ્યા છે. ગામમાંથી બહાર કાઢવામાં આવેલા લોકોમાં કોઇ આતંકી છે કે નહીં તેની હજુ સુધી પુષ્ટિ કરવામાં આવી નથી. મુસ્તફા બાલીએ કહ્યું કે, ગામમાંથી બહાર લઇને આવતા લોકોને એક સ્ક્રિનિંગ પોઇન્ટ પર લઇ જવામાં આવશે.
જો કે, મીડિયા રિપોર્ટ્સમાં એ વાતને લઇને મતભેદ છે કે, એસડીએફ IS આતંકીઓના ગઢનો સફાયો કરવામાં હકીકતમાં કેટલાં નજીક છે. અમેરિકા સમર્થિત એસડીએફ સીરિયામાં ઇસ્લામિક સ્ટેટના આતંકીઓનો મુકાબલો કરી રહી છે. સેનાનું કહેવું છે કે, આઇએસના સૌથી ખતરનાક આતંકીઓ બઘોજ ગામમાં જ છે.
એસડીએફએ કહ્યું કે, તેઓ એ પુષ્ટિની રાહમાં છે કે બઘોજ ગામમાં તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જૂથનું કહેવું છે કે, તમામ નાગરિકનો બહાર કાઢ્યાની પુષ્ટિ બાદ જ તેઓ ગામમાં ISના ઠેકાણાંઓને નિશાન બનાવવાનું શરૂ કરશે.
મુસ્તફા બાલીએ કહ્યું કે, અમારાં સૈન્યની સામે શરૂઆતથી જ બે વિકલ્પો રહ્યા છે – એક તો આઇએસના લડાયકોને શરત વગર સમર્પણ કરાવવું અથવા તેઓના અંત સુધી યુદ્ધ યથાવત રાખવું. એક સર્વેલન્સ ગ્રૂપનું કહેવું છે કે, એસડીએફની સાથે થયેલી સમજૂતી બાદ આઇએસના આતંકી પોતાના ઠેકાણાં છોડીને જતાં રહ્યા હોય તેવી શક્યતાઓ પણ નકારી શકાય નહીં.
ભાગનારાઓમાં IS આતંકીઓના બાળકો-પત્નીઓ પણ સામેલ
હજુ સુધી એ ખ્યાલ નથી કે, બઘોજ ગામમાં હજુ કેટલાં લોકો ફસાયેલા છે. પરંતુ હાલના જ અઠવાડિયામાં અંદાજિત 20,000 લોકો આ વિસ્તારમાંથી જીવ બચાવીને ભાગી ગયા છે. આ લોકોને એસડીએફ દ્વારા અલ-હોલના એક કેમ્પમાં લઇ જવામાં આવ્યા છે.
જીવ બચાવીને ભાગેલા આ 20,000 લોકોમાં આઇએસ આતંકીઓની પત્નીઓ, બાળકો અને અનેક વિદેશી નાગરિકો સહિત બ્રિટનની શમીમા બેગમ પણ સામેલ છે. શમીમા 15 વર્ષની ઉંમરે આઇએસમાં સામેલ થવા માટે ઘરેથી ભાગી ગઇ હતી.
શું આ ઇસ્લામિક સ્ટેટનો અંત છે?
પાંચ વર્ષ પહેલાં સુધી ઇસ્લામિક સ્ટેટનો પશ્ચિમ સીરિયાથી લઇને પૂર્વ ઇરાકના 88,000 વર્ગ કિલોમીટર વિસ્તાર પર કબજો હતો. આજે આ આંકડો અંદાજિત 300 આતંકીઓ અને માત્ર 4 કિમી સુધી જ રહી ગયો હતો.
બઘોજ ગામના લોકોને બહાર રેસ્ક્યૂ કરવા અને સૈન્યની અંતિમ લડાઇ માટે તૈયારીઓ આપમેળે અત્યંત મહત્વપૂર્ણ છે. પરંતુ નિષ્ણાતો અનુસાર, આ જીતને ઇસ્લામિક સ્ટેટના જૂથનો અંત સમજવાની ભૂલ ના કરવી જોઇએ.
નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, ઇસ્લામિક સ્ટટેની વિચારધારા હજુ પણ જીવિત છે. જો સીરિયામાં મોજૂદ આઇએસના તમામ આતંકીઓને હરાવી પણ દેવામાં આવે તો પણ તેની સાથે જોડાયેલા તમામ ગ્રૂપના સભ્યો આખા વિશ્વમાં ફેલાયેલા છે. ઇસ્લામિક સ્ટેટથી પ્રેરિત લોકો અને ગ્રૂપ તેમના ગઢના ખાતમા બાદ પણ વિશ્વના અલગ અલગ હિસ્સાઓમાં હુમલા યથાવત રાખશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments