Tuesday, September 21, 2021
Homeસીરિયા ને વધુ એક લપડાક, ટ્રમ્પ ની ગોલન હાઇટ્સ ને ઇઝરાયલ વિસ્તાર...
Array

સીરિયા ને વધુ એક લપડાક, ટ્રમ્પ ની ગોલન હાઇટ્સ ને ઇઝરાયલ વિસ્તાર તરીકે માન્યતા

ઇન્ટરનેશનલ ડેસ્કઃ 1967માં સીરિયાની સાથે યુદ્ધ દરમિયાન ઇઝરાયલે ગોલન પહાડીઓને પોતાના કબ્જામાં લીધી હતી. તે સમયથી જ બંને દેશોની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે, આ વિસ્તાર ઇઝરાયલ અને ક્ષેત્રની સ્થિરતા માટે રણનીતિ અને સુરક્ષાના હિસાબે મહત્વનો છે. ઇઝરાયલે 1981માં આ વિસ્તાર પર પોતાનો દાવો વ્યક્ત કરી ગોલન પહાડીઓમાં પોતાનું એડમિનિસ્ટ્રેશન અને કાયદો લાગુ કર્યો હતો. પરંતુ આખા વિશ્વના દેશોએ તેને માન્યતા આપી નહતી.

સીરિયા સતત આ વિસ્તારને પરત લેવાના પ્રયત્નો કરી રહ્યું છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગોલન પહાડીને ઇઝરાયલ વિસ્તાર તરીકે માન્યતા આપવા બદલ પ્રેસિડન્ટ ટ્રમ્પને ધન્યવાદ પાઠવ્યા છે. નેતન્યાદૂએ ટ્વીટ કરી હતી, એવા સમયે જ્યારે ઇરાન, ઇઝરાયલને બરબાદ કરવા માટે સીરિયાને પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરી રહ્યું છે. પ્રેસિડન્ટ ટ્રમ્પે ગોલન હાઇટ્સ પર ઇઝરાયલ સાર્વભૌમત્વને માન્યતા આપી. પ્રેસિડન્ટ ટ્રમ્પને ધન્યવાદ.

ઇઝરાયલ અને અરબમાં સંઘર્ષ
અરબ અને ઇઝરાયલના સંઘર્ષની છાયા મોરક્કોથી લઇને આખા ખાડી ક્ષેત્ર પર છે. આ સંઘર્ષનો ઇતિહાસ ઘણો જૂનો છે. 14 મે 1948ના રોજ પહેલો યહૂદી દેશ ઇઝરાયલ અસ્તિત્વમાં આવ્યો. યહૂદીઓ અને અરબોએ એકબીજાં પર હુમલા શરૂ કર્યા. પરંતુ યહૂદીઓના હુમલાથી પેલેસ્ટિનિયન્સના મૂળ ઉખડી ગયા અને હજારો લોકો જીવ બચાવવા માટે લેબનાન અને ઇજિપ્ત ભાગી ગયા.

1948માં ઇઝરાયલના ગઠન બાદથી જ અરબ દેશ ઇઝરાયલને જવાબ આપવા ઇચ્છતા હતા. જાન્યુઆરી 1964માં અરબ દેશોએ પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશન, પીએલઓ નામના સંગઠનની સ્થાપના કરી. 1969માં યાસિર અરાફાતે આ સંગઠનની કમાન સંભાળી. આ અગાઉ અરાફાતે ફતહ નામનું સંગઠન બનાવ્યું હતું, જે ઇઝરાયલ વિરૂદ્ધ હુમલાઓ કરીને ચર્ચામાં આવી ચૂક્યું હતું.

1967નું યુદ્ધ

ઇઝરાયલ અને તેના પાડોશીઓની વચ્ચે વધતા તણાવનો અંત યુદ્ધથી જ આવ્યો. આ યુદ્ધ 5 જૂનથી 11 જૂન 1967 સુધી ચાલ્યું અને આ દરમિયાન મધ્ય-પૂર્વ સંઘર્ષનું સ્વરૂપ બદલાઇ ગયું. ઇઝરાયલે ઇજિપ્તને ગાઝાથી, સીરિયાને ગોલન હાઇટ્સથી અને જોર્ડનને પશ્ચિમ તટ અને પૂર્વ જેરૂસલેમથી ધકેલી લીધા. જેના કારણે પાંચ લાખ વધુ પેલેસ્ટિનિયન્સ બેઘર થઇ ગયા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments