Monday, October 18, 2021
Homeસુપ્રીમે નરોડા પાટિયાકાંડના ચાર દોષિતોને અંતિમ સુનાવણી ન થાય ત્યાં સુધી જામીન...
Array

સુપ્રીમે નરોડા પાટિયાકાંડના ચાર દોષિતોને અંતિમ સુનાવણી ન થાય ત્યાં સુધી જામીન આપ્યા

અમદાવાદઃ સુપ્રીમ કોર્ટે 2002નાં નરોડા પાટિયા કાંડ મામલે ચાર દોષિત પ્રકાશ રાઠોડ, ઉમેશ ભરવાડ, રાજકુમાર ચૌમલ, પરમેન્દ્ર રાજપૂત, અને હર્ષદ ઉર્ફે મુગડા જીલા ગોવિંદ છારા પરમારને જામીન આપ્યા છે. આ મામલે સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ એ.એમ. ખાનવિલકરની અધ્યક્ષતાવાળી ખંડપીઠે મંગળવારે ચાર મુખ્ય દોષિતોને જામીન આપી જણાવ્યું હતું કે,તેમને દોષિત ગણાવવા અંગે શંકા છે. આ અંગે અંતિમ સુનાવણી ન થાય ત્યાં સુધી તેઓ જામીન પર મુક્ત રહેશે.

આ કેસમાં હજુ ચર્ચાની શક્યતા હોવાથી જામીન આપ્યાં છે. આ તમામ દોષિતોને આઈપીસીની કલમ 436 (ઘરને નષ્ટ કરવાનાં ઇરાદાથી આગ લગાવવી કે વિસ્ફોટ કરવો) અંતર્ગત દોષિત ગણાવ્યાં હતાં.

ગુજરાતમાં 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના એસ-6 ડબ્બાને ચાંપવામાં આવેલી આગમાં 59 કારસેવકોનાં મૃત્યુ બાદ ગુજરાતમાં હિંસા ભડકી ઉઠી હતી. આ હિંસામાં અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં આશરે 90 લોકોનાં મૃત્યુ થયા હતાં. આ કેસમાં હાઈકોર્ટે ગુજરાતના પૂર્વ મંત્રી માયા કોડનાનીને નિર્દોષ જાહેર કર્યાં હતા. આ પહેલાં ટ્રાયલ કોર્ટે તેમને મુખ્ય આરોપી ગણાવી આજીવન કેદની સજા ફટકારી હતી. તો બીજી તરફ આ કેસમાં હાઈકોર્ટે બજરંગ દળના નેતા બાબુ બજરંગીને દોષિત જાહેર ઠેરવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments