Thursday, September 23, 2021
Homeસુપ્રીમે 6 પોલીસ કર્મી સામે શિક્ષાત્મક પગલા નક્કી કરવા માટે રાજ્ય સરકારને...
Array

સુપ્રીમે 6 પોલીસ કર્મી સામે શિક્ષાત્મક પગલા નક્કી કરવા માટે રાજ્ય સરકારને બે વીક આપ્યા

અમદાવાદઃ બિલ્કિસ બાનો પર થયેલા ગેંગરેપ મામલે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારે આઈપીએસ અધિકારી સહિત 6 પોલીસ અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલા અંગે નિર્ણય લેવા બે વીકનો સમય આપ્યો છે. હાઈકોર્ટે આ અધિકારીઓને તપાસમાં ઢીલાશ રાખવા બદલ દોષિત ઠેરવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં બોમ્બે હાઇકોર્ટ 11 દોષિતોને સેશન્સ કોર્ટે ફટકારેલી આજીવન કેદની સજા યથાવત રાખી હતી. જ્યારે બોમ્બે હાઈકોર્ટે પાંચ પોલીસકર્મીઓને દોષિત ઠેરવ્યા હતા. પરંતુ તેઓ પહેલેથી જ જેલની સજા ભોગવી ચૂક્યા હોવાથી તેમને જેલમાં મોકલાયા નહોતા.

રાજ્ય સરકારે પાંચ લાખનું વળતર આપવા પ્રસ્તાવ મુક્યો હતો
આ મામલે બિલ્કીસે સુપ્રીમ સમક્ષ વળતરની માગ કરી હતી. ત્યાર બાદ ગુજરાત સરકારે વળતર પેટે રૂપિયા પાંચ લાખનો પ્રસ્તાવ મુક્યો હતો. જેને સુપ્રીમ કોર્ટે વળતર અંગે કંઈ અંતિમ નિર્ણય ન લેવાય ત્યાં સુધી વચગાળાનું વળતર ગણાવ્યું હતું. જો કે બિલ્કિસના વકીલે આ કામ ચલાઉ વળતર લેવાથી ઈન્કાર કર્યો હતો.

શું છે બિલ્કિસ બાનો કેસ
ગુજરાતનાં રમખાણો દરમિયાન 2002ની 3જી માર્ચે અમદાવાદથી 250 કિલોમીટર દૂર આવેલા રણધીકપુર ગામમાં બિલ્કિસના પરિવાર પર ટોળાએ હુમલો કર્યો હતો. તે વખતે 19 વર્ષની બિલ્કિસ પાંચ મહિનાની ગર્ભવતી હતી. તેની સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. હિંસક ટોળાએ બિલ્કિસના પરિવારના 8 લોકોની હત્યા કરી હતી. મૃતકોમાં 3 દિવસનું બાળક પણ સામેલ હતું. સુપ્રીમકોર્ટે 2004ના વર્ષમાં કેસની સુનાવણી મુંબઇમાં ટ્રાન્સફર કરી દીધી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments