Tuesday, September 21, 2021
Homeસુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની 'નાગરિકતા'ને લઇને દાખલ થયેલી અરજી ફગાવી
Array

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની ‘નાગરિકતા’ને લઇને દાખલ થયેલી અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીના બ્રિટિશ  નાગરિક હોવા અંગે હવાલો આપી ચૂંટણી લડવાથી અયોગ્ય કરાર કરનારી અરજી ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ અરજીકર્તાને પૂછ્યું કે તમે શું કરો છો. બંને અરજીકર્તા તરફથી કહેવામાં આવ્યું કે તે રાજનીતિમાં છે અને સોશિયલ વર્ક કરે છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું, જો કોઇ રાહુલ ગાંધી(Rahul Gandhi) ને કાગળ પર બ્રિટિશ નાગરિક બતાવે છે તો શું તે બ્રિટિશ નાગરિક બની ગયા?

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતાને પડકારતા યૂનાઇટેડ હિન્દુ ફ્રન્ટના જયભગવાન ગોયલ અને હિન્દુ મહાસભાના ચંદ્રપ્રકાશ કૌશિકે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીકર્તાનો આરોપ છે કે રાહુલ ગાંધીએ બ્રિટિશ નાગરિકતા મેળવી છે જે ઇંગ્લેન્ડ અને વેલ્સના રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ સામે બેકોપ્સ લિમિટેડ દ્વારા દાખલ દસ્તાવેજોથી સ્પષ્ટ કરે છે.  અરજીકર્તાનું કહેવું છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ચુંટણી લડવા માટે અયોગ્ય છે. તે ભારતીય નાગરિક નથી. રાહુલ ગાંધી દ્વારા બ્રિટિશ નાગરિકતાના કથિત અધિગ્રહણના સવાલને નક્કી કરવા ચૂંટણી પંચને નિર્દેશ કરવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં નિર્ણય આવે ત્યાં સુધી રાહુલ ગાંધીનું નામ મતદાતા સૂચીમાંથી હટાવી દેવાની માંગ કરવામાં આવી હતી.

આ પહેલા અમેઠીના રિટર્નિંગ ઓફિસરે રાહુલ ગાંધીના નામાંકન પત્રને સ્વીકાર કરતા આ તમામ આરોપોને ફગાવી દીધા હતા. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર ગૃહ મંત્રાલયે કોંગ્રેસ અધ્યક્ષે જવાબ માંગ્યો છે. વર્ષ 2015માં આ પ્રકારના આરોપો પર વકીલ મનોહર લાલ શર્મા દ્વાર દાખલ અરજીમાં સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments