સુપ્રીમ કોર્ટ : અયોધ્યા મામલે આજે સુનાવણી, વિવાદના ઉકેલ માટે મધ્યસ્થતા સમિતિને જવાબદારી સોંપાઈ હતી

0
41

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસ મામલે શુક્રવારે સુનાવણી થશે. કોર્ટની વેબસાઈટ પર એક નોટિસ પોસ્ટ કરવામાં આવી છે. તે મુજબ પાંચ જજોની ખંડપીઠ આ કેસની સુનાવણી કરશે. તેમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઇ, જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર સામેલ થશે. મધ્યસ્થી પેનલની પાસે આ મામલો ગયા બાદ પ્રથમ વાર તેના પર સુનાવણી થઈ રહી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ આ દરમિયાન મધ્યસ્થી પેનલ પોતાનો રિપોર્ટ રજૂ કરી શકે છે. રામ મંદિર-બાબરી મસ્જિદના વિવાદના મામલાનો ઉકેલ લાવવા માટે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થી સમિતિની રચના કરી હતી. ત્રણ સભ્યવાળી મધ્યસ્થતા પેનલમાં રિટાયર્ડ જસ્ટિસ ખલીફુલ્લાહ, વકીલ શ્રીરામ પાંચુ અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર સામેલ છે.

અવધ યુનિવર્સિટીમાં મધ્યસ્થી પ્રક્રિયા થઈ હતીઃ થોડા દિવસો અગાઉ આ મામલામાં અરજી દાખલ કરનાર 25 લોકો મધ્યસ્થી પેનલની સામે રજૂ થયા હતા. અરજી કરનારાઓની સાથે તેમના વકીલ પણ ઉપસ્થિત હતા. આ તમામ લોકોને ફૈઝાબાદ એડમિનિસ્ટ્રેશન તરફથી નોટિસ મોકલવામાં આવી હતી. મધ્યસ્થી પ્રક્રિયા અવધ યુનિવર્સિટીમાં થઈ હતી. આ દરમિયાન કોઈને પણ ત્યાં જવાની પરવાનગી ન હતી.

વિવાદિત ભૂમિ પર પૂજાની અરજી ફગાવી દેવાઈ હતીઃ સુપ્રીમ કોર્ટે એપ્રિલમાં અયોધ્યાની વિવાદિત ભૂમિ પર પૂજા કરવાની અરજીનો અસ્વીકાર કર્યો હતો. કોર્ટે અરજદારોને કહ્યું હતું કે તમે આ દેશમાં શાંતિ રહેવા દેશો નહીં. અલ્હાબાદ હાઈકોર્ટે અરજદારોને 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ દંડને દૂર કરવાનો ઈન્કાર કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here