Tuesday, December 7, 2021
Homeસુપ્રીમ કોર્ટ : મુસ્લિમ પુરુષ અને હિન્દુ સ્ત્રીના લગ્ન કાયદેસર હોય કે...
Array

સુપ્રીમ કોર્ટ : મુસ્લિમ પુરુષ અને હિન્દુ સ્ત્રીના લગ્ન કાયદેસર હોય કે નહીં, પણ સંતાન વારસદાર

હિન્દુ સ્ત્રી અને મુસ્લિમ પુરુષના લગ્ન ગેરકાયદે પરંતુ તેમને જન્મેલું સંતાન કાયદેસર હોવાનું સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.

લગ્ન ગેરકાયદે હોય તેનો અર્થ એ છે કે તે સ્ત્રીને દહેજ મળી શકે પરંતુ તેના પતિની મિલકત પર તેનો અધિકાર નથી રહેતો. પરંતુ તેમનું સંતાન કાયદેસરનું ગણાય અને તેને પિતાની સંપત્તિ મેળવવાનો અધિકાર છે.

સુપ્રીમના જજ એન.વી. રમનાની આગેવાની હેઠળની બેંચે કેરળ હાઇકોર્ટના આદેશ યથાવત રાખ્યો હતો. કેરળ હાઇકોર્ટે હિન્દુ મહિલા વલ્લીઅમ્મા અને મુસ્લિમ પુરુષ મોહમ્મદ ઇલિયાસના પૂત્રને પિતાની મિલકતનો અધિકાર આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે મુસ્લિમ પુરુષના મૂર્તિ અને અગ્નિની પૂજક એવી હિન્દુ સ્ત્રી સાથેના લગ્ન કાયદેસર ગણાય નહીં. હિન્દુઓ મૂર્તિ પૂજા કરે છે અને પૂજા પાઠ કરે છે. ઉલ્લેખનીય છે કે ઇલિયાસના મૃત્યુ બાદ તેની પત્ની અને પુત્ર વચ્ચે મિલકતનો વિવાદ થયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments